Viral Video : એર હોસ્ટેસના ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયોને 60 મિલિયનથી વધુ views !
આજકાલ સોશિયલ મીડિયા પર એક એરહોસ્ટેસનો ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે Manike Mage Hithe સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
Viral Video : ઈન્ટરનેટ પર અવારનવાર કેટલાક ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ આશ્વર્ય થાય છે જ્યારે કેટલીક વાર અદ્ભુત ડાન્સ સ્ટેપસ (Dance Steps) જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક ડાન્સ વીડિયો ખુબ ચર્ચામાં છે. ઈન્ડિગોની એર હોસ્ટેસ જે રીતે ફલાઈટમાં ડાન્સ કરી રહી છે,જે જોઈને તમે પણ દંગ રહી જશો.
એર હોસ્ટેસના ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે,ફ્લાઈટમાં એક એર હોસ્ટેસ Manike Mage Hithe સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર પોસ્ટ થતા જ ખુબ વાયરલ થયો હતો.આ વીડિયોને અત્યાર સુધીમાં 60 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે.આ એરહોસ્ટેસના ડાન્સ વીડિયોએ હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
વીડિયોને 60 મિલિયનથી વધુ વ્યુઝ !
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડિગોની એરહોસ્ટેસે Aayat official પરથી શેર કર્યો છે. આ એરહોસ્ટેસનો ડાન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, અદ્દભુત ડાન્સ સ્ટેપસ…જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યારસુધીમાં 60 મિલિયનથી (Millions) વધુ વ્યુઝ મળી ચુક્યા છે. વીડિયો વાયરલ થતા આ એરહોસ્ટેસે લોકોનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Video : દિયરના લગ્નમાં ભાભીએ ઘૂંઘટમાં કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ