Funny Video: કૂતરાએ મુશ્કેલીમાં ફસાયેલા ઘેટાંને અનોખી રીતે કરી મદદ, પછી શું થયું જૂઓ વીડિયોમાં
આ ફની વીડિયો ઇન્સ્ટાગ્રામ પર koyun_kangal નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 4.2 મિલિયન એટલે કે 42 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ પૃથ્વી પર કૂતરાથી વધુ વફાદાર પ્રાણી (Faithful animal) નથી. માણસો પણ પોતાની વફાદારી થોડી ઘટાડી શકે છે, પણ કુતરાઓની પોતાના માલિક પ્રત્યેની વફાદારીમાં સહેજ પણ ઘટાડો થતો નથી. તેથી જ તેમને વિશ્વના સૌથી વફાદાર પ્રાણીઓ કહેવામાં આવે છે. તેઓ તેમના માલિકો પર પોતાનો જીવ પણ આપી દે છે.
જો માલિક મુશ્કેલીમાં હોય, તો તેને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે કૂતરાઓ પોતાનો જીવ લગાવે છે. ત્યારે તેમની સામે કેવા પ્રકારની મુસીબત છે તેની તેમને પરવા નથી. જો સિંહ પણ આવી સ્થિતિમાં આવી જાય તો કંઈપણ વિચાર્યા વિના કૂતરાઓ તેને પણ ફટકારી શકે છે. જો કે કેટલીકવાર કૂતરાઓ અન્ય લોકોને મુશ્કેલીમાં જોઈને મદદ કરતા અચકાતા નથી. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો એક ઘેટાંની મુશ્કેલીમાં મદદ કરતો જોવા મળે છે.
જૂઓ વીડિયો…….
View this post on Instagram
જો કે ઘેટાંને મદદ કરવા માટે કૂતરો જે રીત અપનાવે છે. તે જોઈને તમને ચોક્કસ હસવું આવશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઘેટું ઝાડની ડાળીમાં ફસાઈ ગયું છે અને એક કૂતરો તેની મદદે આવે છે. ઘેટાંને ત્યાંથી બહાર કાઢવા માટે, કૂતરો પહેલા તેને આગળ ધકેલે છે, પરંતુ જ્યારે તેનો પ્લાન સફળ થતો નથી, ત્યારે તે ખૂબ જ રમુજી યુક્તિ અપનાવે છે. તે બીજી બાજુથી આવે છે અને ઘેટાંને ગલીપચી કરવા લાગે છે. જેના કારણે ઘેટાં કૂદી પડે છે અને આ સાથે તે પણ મુશ્કેલીમાંથી બહાર નીકળી જાય છે અને ઉતાવળમાં ત્યાંથી ભાગી જાય છે.
આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર koyun_kangal નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 4.2 મિલિયન એટલે કે 42 લાખ વ્યૂઝ મળ્યા છે. જ્યારે 58 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. ઘેટાંને સફળતાપૂર્વક બચાવવા માટે લોકોએ કૂતરાના વખાણ કર્યા અને સાથે જ તેના બચાવની રીત જોઈને હસી-હસીને લોટપોટ થઈ ગયા.
આ પણ વાંચો: Dog Funny Video: શું તમે ક્યારેય આવો પ્રતિભાશાળી કૂતરો જોયો છે? કૂતરાનો સંગીત વગાડતો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Funny Video: ચેનલ બદલવા પર બિલાડીએ આપી આવી પ્રતિક્રિયા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘આને કહેવાય પાવર મૂવ’