ભારતના હુમલા પછી પાકિસ્તાને તૂટેલા એરબેઝના રિપેરિંગનું ટેન્ડર બહાર પાડ્યું – જુઓ Video

ભારતના હુમલા પછી પાકિસ્તાને તૂટેલા એરબેઝના રિપેરિંગનું ટેન્ડર બહાર પાડ્યું – જુઓ Video

| Edited By: | Updated on: May 18, 2025 | 4:39 PM

ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ગંભીર નુકસાન થયું છે, તે વાતનો પુરાવો આ નવા ટેન્ડરો પરથી સાબિત થાય છે. રાવલપિંડી અને રિસલપુર એરબેઝના સમારકામ માટે પાકિસ્તાને જાહેર કરેલા ટેન્ડરો તેનું પ્રમાણ સૂચવે છે.

ભારતના “ઓપરેશન સિંદૂર” પછી પાકિસ્તાનની હાલત ગંભીર બની છે. હવે પાકિસ્તાન એરફોર્સ દ્વારા રાવલપિંડી અને રિસલપુર જેવા મહત્વના એરબેઝના સમારકામ માટે જાહેર કરાયેલા ઓપન ટેન્ડરો આ વાતનો પુરાવો છે કે, ભારતના મિસાઇલ હુમલાઓ પાકિસ્તાન માટે અત્યંત નુકસાનદાયક રહ્યા છે.

અગાઉ આ નુકસાન અંગે પાકિસ્તાને કોઈ જ ખુલાસો નહોતો કર્યો પરંતુ હવે આ ટેન્ડરો થકી વાત સ્પષ્ટ છે કે ભારતીય સેનાના જડબાતોડ જવાબે પાકિસ્તાનના જડબા તોડી નાખ્યા છે.

આ ટેન્ડરો એ સાબિત કરે છે કે, જ્યાં ભારતે નિશાન બનાવી હુમલાઓ કર્યા ત્યાં હવે પુન:નિર્માણની જરૂરિયાત ઊભી થઈ છે. સેટેલાઇટ ઇમેજ પછી હવે ટેન્ડર ડોક્યુમેન્ટ એ વધુ એક સચોટ પુરાવો છે, જે દર્શાવે છે કે ભારત સામે પાકિસ્તાન હાર્યું છે.

‘જય હિન્દ જય ભારત’

“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.