Breaking News : ઓપેરેશન સિંદૂર યથાવત, હવે હુમલો થશે તો પાકિસ્તાન ક્યાંયનું નહી રહે: ભારતીય સૈન્ય
પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ આખા પાકિસ્તાનને વેરવિખેર કરી નાખ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યું હતું અને ત્યાંના આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો.
ભારતે કાશ્મીર મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે, પાકિસ્તાન સાથે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પરત કરવા પર જ વાતચીત થશે. ભારતે આતંકવાદને વાટાઘાટોમાં સૌથી મોટો અવરોધ ગણાવ્યો છે અને અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા કરવાની સખત મનાઈ કરી છે.
વિદેશ મંત્રી જયશંકરની અમેરિકા અને સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તે યુદ્ધ ગણાશે.
હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં, ભારત સરકાર TRF જેવા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ પુરાવા રજૂ કરશે અને તેમના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરશે.
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા માટે અમારા ટોપિક પર ક્લિક કરો.

