Operation Sindoor : લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું, ‘પહલગામ હુમલા બાદ પાકિસ્તાની આતંકવાદીઓનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો’
ઓપેરેશન સિંદૂરના કારણે થયેલી સૈન્ય અથડામણને લઈને વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના વડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં DGMO લેફ્ટનન્ટ રાજીવ ઘાઈ, એર માર્શલ એ. કે. ભારતી, વાઇસ એડમિરલ એએન પ્રમોદ અને મેજર જનરલ એસએસ શારદા હાજર રહ્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના વડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં DGMO લેફ્ટનન્ટ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ‘અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતા પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો. પહલગામ હુમલા બાદ આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. જેનો જવાબ આપવો જરૂરી હતો.’
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ વધુમાં કહ્યું કે, આપણે ઓપરેશન સિંદૂરની કામગીરીને એક સંદર્ભમાં સમજવાની જરૂર છે. હવે સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2024માં જમ્મુ સેક્ટરમાં શિવ ખોરી મંદિર માટે જઈ રહેલા યાત્રી અને હવે પહલગામ હુમલા બાદ પાકિસ્તાની આતંકવાદીઓનો પાપનો ઘડો ભરાઈ ગયો હતો.
અમે આ આખું ઓપરેશન એલઓસી (LoC) પાર કર્યા વિના જ પુરું કર્યું છે એટલે અમને ચોક્કસ અંદાજો હતો કે દુશ્મન શું કરશે અને શું નહી કરે. અમે તેમની દરેક ચાલ પર નજર રાખી હતી અને આતંકવાદને કડક જવાબ આપવા માટે એર ડિફેન્સની સેના તૈયાર હતી. પાકિસ્તાનને જવાબ આપતાં DGMOએ એશિઝ સીરીઝ અને વિરાટ કોહલી અંગે પણ વાત કરી હતી.
‘જય હિન્દ જય ભારત’
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા માટે અમારા ટોપિક પર ક્લિક કરો.