AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીડિયો: બોટાદ આરટીઓ દ્વારા વાહન ચાલકોને નોટીસ, 1 કરોડથી વધારેની ટેક્સની રકમ બાકી

વીડિયો: બોટાદ આરટીઓ દ્વારા વાહન ચાલકોને નોટીસ, 1 કરોડથી વધારેની ટેક્સની રકમ બાકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 9:38 AM
Share

વાહનોના ટેક્સની બાકીની રકમ માટે બોટાદ આરટીઓએ ઉઘરાણી કરી છે. 600થી વધુ વાહન ચાલકોને નોટિસ આપી ઉઘરાણી કરી છે. 7 દિવસમાં ટેક્સ નહીં ભરવામાં આવે તો મિલકત જપ્ત કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. વાહન ચાલકો પાસેથી ટેક્સ પેટે 1 કરોડ 4 લાખ રૂપિયાથી વધુની ઉઘરાણી બાકી છે.

બોટાદ આરટીઓ દ્વારા વાહન ચાલકોને નોટિસ ફટકારી છે, વાહનોના ટેક્સની બાકીની રકમ માટે આરટીઓએ ઉઘરાણી કરી છે. 600થી વધારે વાહન ચાલકોને નોટીસ આપવામાં આવી છે. નોટિસ ફટકારીને 7 દિવસમાં ટેક્સ નહીં ભરે તો મિલકત જપ્ત કરવાનું નોટીસમાં કહેવામાં આવ્યું છે. વાહન ચાલકો પાસેથી ટેક્સ પેટે 1 કરોડ 4 લાખથી વધુ રૂપિયાની ઉઘરાણી બાકી છે.

મહત્વનું છે કે આરટીઓ દ્વારા નોટીસ ફટકારતા વાહન ચાલકોમાં ફફડાટ છે, ત્યારે હવે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં જો પૈસા ભરવામાં આવશે નહીં તો આરટીઓ દ્વારા વાહનોને જપ્ત કરવામાં આવશે. વાહન ચાલકો દ્વારા 1 કરોડથી વધારેનો ટેક્સ પેટે ચુકવવાના બાકી છે.

આ પણ વાંચો: Botad News: શહેરમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, બે મહિલા સહિત 8ની અટકાયત, જુઓ Video

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

g clip-path="url(#clip0_868_265)">