ગેમિંગના શોર્ટ કોડની જેમ ગેમર્સે PMને આપ્યું “NAMO OP” નામ, જાણો શું છે અર્થ

ગેમર્સે પીએમ મોદીને શોર્ટ નામ આપ્યું હતુ જે હતુ 'NAMO OP' નમો શબ્દથી પીએમ મોદીને પહેલાથી બધા ઓળખે છે જેમાં OP જોડવામાં આવ્યું જેનો અર્થ શું થાય છે જાણો અહીં

Follow Us:
| Updated on: Apr 13, 2024 | 12:33 PM

ભારતમાં ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની શક્યતાઓથી સારી રીતે વાકેફ છે. તેથી જ તાજેતરમાં પીએમ મોદીએ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. ભારતમાં ઈ-ગેમિંગની સંભાવનાઓ અને પડકારોના સંદર્ભમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદીની આ ગેમર્સ સાથેની મીટિંગનો સંપૂર્ણ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે.

આ દરમિયાન પીએમએ ગેમર્સ સાથે ગેમ્સને લઈને ઘણી ચર્ચા કરી હતી તેમજ આ દરમિયાન ગેમ પણ રહી હતી. જોકે આ બધાની વચ્ચે પીએ મોદીએ ગેમર્સને પુછ્યું હતુ કે તમે ગેમ રમતા જે શોર્ટ કોડનો ઉપયોગ કરો છો તેનો મતલબ શું હોય છે?

ગેમ્સના શોર્ટ કોડ પર PM એ કરી ચર્ચા

જ્યારે ગેમર્સને પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ગેમિંગ દરમિયાન કેટલાક શોર્ટ કોડનો ઉપયોગ કરે છે તો ગેમર્સ એ કહ્યું હા. જોકે આ સાથે પીએમ મોદીએ તે પણ કહ્યું તે એક ગેમર્સ જેમ શોર્ટ કોડ વાપરે છે તેવી જ રીતે તે પણ શોર્ટ કોડનો ઉપયોગ કરે છે. આ દરમિયાન તેમણે એક શોર્ટ કોડ પણ કહ્યો P2G2 પ્રો પીપલ પીપલ ગુડ ગવર્નન્સ આ શબ્દનો પીએમ મોદી અવાર નવાર ઉપયોગ કરે છે.

મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે
છુટાછેડાની ચર્ચા વચ્ચે, ધનશ્રી વર્માએ પોસ્ટ શેર કરી, જુઓ ફોટો
IPLના ઈતિહાસમાં આ ટીમોએ સૌથી વધુ કેપ્ટન બદલ્યા
ગ્લેમરસ લાઈફ છોડી,સંન્યાસી બની આ બોલિવુડ અભિનેત્રી જુઓ ફોટો
પાર્સલીનું સેવન હાઈ બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ, વાંચો કેવી રીતે કરવો ઉપયોગ
Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

જોકે આ પછી ગેમર્સ પણ ગેમિંગ દરમિયાન યુઝ કરતા કેટલાક ગેમિંગ કોડ જણાવે છે. જેમાં પહેલો શબ્દ હતો NOOB જેનો મીનિંગ થાય છે કે એ પ્લેયર જે સારું નથી રમતો. ત્યારે પીએમ મોદી કહે છે કે આ શબ્દને જો તે ચૂંટણી સભામાં બોલિશે તો તમે વિચારી લેશો કે હું કોના માટે બોલી રહ્યો છું. આ સાથે બેઠેલા ગેમર્સે બીજો એક શબ્દનો અર્થ જણાવ્યો, જે હતો GRIND એટલે કે તેનો અર્થ થાય વધુ મહેનત કરવી. આવી રીતે ગેમર્સે અનેક શોર્ટ કોડનો અર્થ પીએમને સમજાવ્યો હતો.

ગેમર્સે પીએમ મોદીને આપ્યું શોર્ટ નામ

આ બાદમાં ગેમર્સે પીએમ મોદીને શોર્ટ નામ આપ્યું હતુ જે હતુ ‘NAMO OP’ નમો શબ્દથી પીએમ મોદીને પહેલાથી બધા ઓળખે છે જેમાં OP જોડવામાં આવ્યું જેનો અર્થ થાય છે કે ‘ઓવર પાવર’ આ અંગે ગેમર્સ કહે છે પીએમ મોદી ખુબ જ શક્તિશાળી છે આથી તેમને નમો ઓવર પાવર્ડનું નામ આપ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">