Mythology : મહાન યોદ્ધા કર્ણના આઠ પુત્રોનો વધ કોણે અને ક્યારે કર્યો, જાણો આ અહેવાલમાં

Mythology : એક મહાન અને શક્તિશાળી યોદ્ધા હોવા છતાં, કર્ણનું જીવન અપમાનજનક રહ્યું કારણ કે, તેનો ઉછેર એક શૂદ્ર દ્વારા થયો હતો. કર્ણને દ્રૌપદી સાથે પ્રેમ હતો, પરંતુ તે તેની સાથે લગ્ન કરી શક્યા નહીં કારણ કે, તે એક શૂદ્ર પુત્ર હતા.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Jun 02, 2021 | 8:34 AM

Mythology : એક મહાન અને શક્તિશાળી યોદ્ધા હોવા છતાં, કર્ણનું જીવન અપમાનજનક રહ્યું કારણ કે, તેનો ઉછેર એક શૂદ્ર દ્વારા થયો હતો. કર્ણને દ્રૌપદી સાથે પ્રેમ હતો, પરંતુ તે તેની સાથે લગ્ન કરી શક્યા નહીં કારણ કે, તે એક શૂદ્ર પુત્ર હતા. દ્રૌપદીનાં લગ્ન પાંડવો સાથે થયાં પછી કર્ણનાં લગ્ન રુશાલી નામની શૂદ્ર કન્યા સાથે થયાં. આ ઉપરાંત કર્ણએ સુપ્રિયા નામની કન્યા સાથે પણ લગ્ન કર્યા હતા.

કર્ણની પત્ની રુશાલી, દુર્યોધનના સારથી સત્યસેનની બહેન હતી. રુષાલી વિશે એક કથા પ્રચલીત છે. જે મુજબ, જ્યારે કૌરવોએ પાંડવોને મહેલમાં આવવા આમંત્રણ આપ્યું, ત્યારે પાંડવોને ખબર નહોતી કે તેઓ બધું હારી જશે.

મામા શકુની અને દુર્યોધન જ્યારે પાંડવો અને દ્રૌપદી વિરુદ્ધ ષડયંત્રની યોજના ઘડી રહ્યા હતા, ત્યારે રુષાલીએ આ બધું સાંભળ્યું અને તે કોઈ પણ રીતે દ્રૌપદીને આ કૃત્યથી બચાવવા માંગતી હતી.

દ્રૌપદીએ જ્યારે રાજમહેલમાં પ્રવેશ કર્યો, ત્યારે રુષાલીએ દ્રૌપદીને ત્યાંથી જવા માટે વિનંતી કરી, પરંતુ દ્રૌપદી તેનો અર્થ સમજી શક્યા નહીં અને તેણે વિદાય લેવાની ના પાડી. ત્યારબાદ દ્રૌપદી સાથે જે ઘટના બની તે આપણે જાણીએ છીએ.

કર્ણના બીજા લગ્ન પદ્માવતી સાથે થયા હતા. પદ્માવતીને સુપ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દિવસ રાજા ચિત્રવતની પુત્રી અસારવી, તેની દાસી પદ્માવતી સાથે ફરવા નીકળી હતી. પદ્માવતી એક શુદ્ર કન્યા હતી.

રસ્તામાં રાજકુમારી અને પદ્માવતી પર રાજા ચિત્રવતના દુશ્મનોએ હુમલો કર્યો. તે સમયે પદ્માવતી રાજકુમારીને બચાવા જતા ઘાયલ થઈ હતી. આ સમયે કર્ણ ત્યાથી પસાર થતા હતા અને તેમણે દુશ્મન સાથે યુદ્ધ કરી બન્નેનો જીવ બચાવ્યો. આ યુદ્ધમાં કર્ણ પણ ઘાયલ થયા હતા. ત્યારબાદ પદ્માવતીએ રાજકુમારીને મહેલમાં ઉતારી અને કર્ણને તેના ઘરે લઈ જઈ વૈદ પાસે સારવાર કરાવી.

થોડા સમય બાદ રાજાનો એક સૈનિક પદ્માવતીના ઘરે આવ્યો અને કર્ણને કહ્યું કે, રાજા ચિત્રવત તમારા આભારી છે અને તેઓ ઈચ્છે છે કે, તમે તેના મહેલમાં રહો. રાજાના મહેલમાં કર્ણએ જ્યારે રાજકુમારીને જોઈ તો બંને મનમાં જ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. આ તરફ પદ્માવતીને પણ કર્ણ સાથે પ્રેમ થયો. એક દિવસ અસારવીએ પદ્માવતીને કર્ણ પ્રત્યેના તેના પ્રેમ વિશે જણાવ્યું., ત્યારે પદ્માવતીએ કર્ણ પ્રત્યે પોતાનો પ્રેમ છુપાવ્યો.

સમય જતા કર્ણ સ્વસ્થ થયા અને રાજા ચિત્રવતે કહ્યું કે, તમે મારી પુત્રીનો જીવ બચાવ્યો છે તેથી તમે કંઈ માંગો. આ વાત સાંભળી કર્ણએ રાજકુમારીનો હાથ માંગ્યો. કર્ણ એક શૂદ્ર પુત્ર હતો તેથી રાજા ગુસ્સે થયા અને કર્ણને કહ્યું કે, હું મારી પુત્રીના લગ્ન તમારી સાથે કરીશ નહીં.

થોડા સમય બાદ રાજાએ તેની પુત્રીના સ્વયંવરનું આયોજન કર્યું. કર્ણ પણ ત્યાં પહોંચ્યા. રાજાએ કર્ણને જોયા તો તે ફરીથી ગુસ્સે થયા. સ્વયંવરમાં ઉપસ્થિત બધા રાજકુમારોએ કહ્યું કે, જો શૂદ્ર પુત્ર સ્વયંવરમાં ભાગ લેશે, તો અમે બધા અહીંથી રવાના થઈશું. કર્ણએ બધાને પડકાર્યા અને બધા રાજકુમારોને પરાજિત કર્યા.

કર્ણની શકિત જોઇ અસારવીએ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ કર્ણએ ના પાડી અને કહ્યું કે, મારી શક્તિ જોઈને તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો, મને દયાની જરૂર નથી. ત્યારબાદ કર્ણએ પદ્માવતીને કહ્યું કે, મને પ્રેમની જરૂર છે. આ જોઈને અસાવરીએ પદ્માવતીને વરમાળા આપી અને કર્ણ અને પદ્માવતીએ ત્યાં લગ્ન સંપન થયા.

કર્ણને રૂષાલી અને પદ્માવતી થકી નવ પુત્રો થયા. આ નવ પુત્રોના નામ જાણીએ. વૃષસેન, વૃષકેતુ, ચિત્રસેન, સત્યસેન, સુશેન, શત્રુંજય, દ્વિપાત, પ્રસેન અને બનસેન. કર્ણના બધા પુત્રો ખૂબ હિંમતવાન અને શક્તિશાળી હતા અને મહાભારતના યુદ્ધમાં તેમના પિતાની જેમ એક યોદ્ધાની જેમ લડ્યા હતા.

મહાભારતનાં યુદ્ધમાં કર્ણના નવ પુત્રોમાંથી આઠ પુત્રોનો વધ થયો હતો. યુદ્ધમાં કર્ણના આઠ પુત્રોનો વધ કોણે કર્યો તે જાણીએ.

બનસેન સૌથી શક્તિશાળી પાંડવ ભીમ સાથે લડ્યો અને ભીમ દ્વારા જ તેને વીરગતિ પ્રાપ્ત કરી. વૃષસેન, શત્રુંજય અને દ્વિપાત મહાન ધનુર્ધર અર્જુન સાથે યુદ્ધ લડ્યા અને અર્જુનના હાથે તેનો વધ થયો. કર્ણના અન્ય ત્રણ પુત્રો ચિત્રસેન, સત્યસેન અને સુશેન નકુલ સાથે લડ્યા અને ત્રણે પુત્રને નકુલ દ્વારા વીરગતિ પ્રાપ્ત થઈ. કર્ણનો પુત્ર પ્રસેન સત્યકી સાથે લડ્યો. સત્યકી અર્જુનનો શિષ્ય હોવાથી એક મહાન ધનુર્ધારી હતો. પ્રસેનનો વધ સત્યકીએ કર્યો.

આ રીતે કર્ણના આઠ પુત્રોને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં વીરગતિ મળી. કર્ણના પુત્ર વૃષકેતુનો વધ કોઈ ના કરી શક્યા અને યુદ્ધ બાદ કર્ણના બધા પુત્રોમાં માત્ર એક વૃષકેતુ જ જીવિત રહ્યા. એવું કહેવાય છે કે, યુદ્ધ પછી જ્યારે પાંડવોને ખબર પડી કે કર્ણ તેનો ભાઈ હતો, ત્યારે અર્જુને તેના ભત્રીજા વૃષકેતુને ઈન્દ્રપ્રસ્થનો રાજા જાહેર કર્યો. આમ અર્જુને પોતાની ફરજ નિભાવી.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

 

આ કથા પણ વાંચો : Bhakti : હિન્દુ ધર્મના રીત-રિવાજ પાછળનું વૈજ્ઞાનિક કારણ, જાણો આ અહેવાલમાં

 

Follow Us:
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">