Bhakti : હિન્દુ ધર્મના રીત-રિવાજ પાછળનું વૈજ્ઞાનિક કારણ, જાણો આ અહેવાલમાં

Hasmukh Ramani
| Edited By: | Updated on: Jun 01, 2021 | 9:07 AM

Bhakti : આજે આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલી આવી જ કેટલીક પૂજા વિધિ વિશે જાણીશું, જે સંપૂર્ણ રીતે વિજ્ઞાન ( Science ) પર આધારિત છે.

Bhakti : હિન્દુ સનાતન ધર્મને વિજ્ઞાન પર આધારિત હોવાનું કહેવાય છે. સનાતન ધર્મમાં આયુર્વેદથી લઈ પૂજા વિધિના નિયમો છે, જે ક્યાંક ને ક્યાંક દરેક મનુષ્યો માટે ફાયદાકારક સાબિત થાય છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણિત વાત વિજ્ઞાને પણ સાચી સાબિત કરી છે.

આજના વૈજ્ઞાનિકોએ પણ, એ વાત સ્વીકારી છે કે, આપણા ધર્મ ગ્રંથોમાં ઘણા આશ્ચર્યજનક તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

આજે આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલી આવી જ કેટલીક પૂજા વિધિ વિશે જાણીશું, જે સંપૂર્ણ રીતે વિજ્ઞાન પર આધારિત છે.

ઘંટનાદ કરવો
મંદિરમાં દર્શન કરવા જઈએ કે પૂજા કરીએ ત્યારે ઘંટનાદ જરૂરથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ઘંટનાદ કરવાથી આપણી પ્રાર્થના ભગવાન સુધી પહોંચે છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે, જ્યારે ઘંટ વાગે છે, ત્યારે વાતાવરણમાં એક પ્રકારનું કંપન થાય છે, જેનાથી બેક્ટેરિયા, વાયરસ અને સુક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે અને પર્યાવરણ શુદ્ધ થાય છે.

આ ઉપરાંત ઘંટનાદથી મનમાં શાંતિનો અનુભવ પણ થાય છે. ઘંટનો ધ્વનિ મન અને શરીરને ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે. ઘંટનાદ સાંભળનાર વ્યક્તિને સકારાત્મક ઉર્જાની અનુભુતી થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ઘંટ રાખવો ખૂબ લાભદાયક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે ઘરમાં ઘંટ રાખવામાં આવે છે ત્યા નકારાત્મક શક્તિઓ હંમેશા દૂર રહે છે.

શંખનાદ
હિન્દુ ધર્મમાં પૂજા સમયે શંખનાદને શુભ માનવામાં આવે છે. લગભગ દરેક મંદિરોમાં શંખ વગાડવામાં આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે શંખ વગાડવાથી ફેફસાં મજબૂત બને છે અને શ્વાસને લગતા કોઈ રોગ થતા નથી. વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે, જ્યાં સુધી શંખનો અવાજ પહોંચે તે સ્થાન સુધી સૂક્ષ્મજંતુઓનો નાશ થાય છે.

બર્લિન યુનિવર્સિટીએ શંખના ધ્વનિ પર સંશોધન કર્યું છે, જે મુજબ વૈજ્ઞાનિકોએ શોધ્યું કે, શંખના અવાજથી જે તરંગો ઉત્પન થાય છે તે બેક્ટેરિયા અને જીવાણુઓને નાશ કરવા માટે શ્રેષ્ઠ દવા છે. શંખમાં પાણી પણ રાખવામાં આવે છે અને પૂજા કર્યા બાદ ભક્તો પર તેનો છંટકાવ કરવામાં આવે છે. શંખમાં ફોસ્ફરસ, ગંધક અને કેલ્શિયમ હોઈ છે, જેના ગુણધર્મ પાણીમાં આવે છે. તેથી આ પાણીનો છંટકાવ કરવામાં આવે કે પીવામાં આવે તો તેનાથી આરોગ્ય સારું રહે છે.

દીપ પ્રાગટ્ય
હિન્દુ ધર્મમાં પૂજા સમયે અગ્નિનું ખૂબ જ મહત્વ રહ્યું છે. વેદોમાં અગ્નિને પ્રત્યક્ષ દેવતા સ્વરૂપ માનવામાં આવ્યા છે. પૂજા સમયે ઘીનો દીવો પ્રગટાવવાનું ખૂબ મહત્વ છે. વૈજ્ઞાનિકોના મતે ગાયના ઘીમાં એ પ્રકારના ગુણો જોવા મળે છે, જેનાથી જંતુઓ દૂર ભાગે છે અને વાતાવરણ શુદ્ધ થાય છે અને પ્રદૂષણ મુક્ત રહે છે. અગ્નીમાં કોઈ પણ વસ્તુ નાના નાના ટુકડામાં પરિવર્તિત થઈ વાતાવરણમાં ફેલાય છે. દીવાના માધ્યમથી ઘીનો પ્રસાર વાતાવરણના શુદ્ધિકરણમાં ખૂબ ફાયદાકારક છે.

તિલક કરવું
દરેક પૂજા કરતા સમયે કપાળ પર તિલક કરવામાં આવે છે. આ તિલક હળદર, ચંદન કે કંકુથી કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે, તિલક કરવાથી તેની માનસિક અસર થાય છે. તિલક કરવાથી વ્યક્તિ સકારાત્મકતા અને આત્મવિશ્વાસનો અનુભવ કરે છે, જે નકારાત્મકતાને દૂર કરે છે. તિલક મસ્તિષ્કને શીતળતા પણ પ્રદાન કરે છે અને માનસિક રોગોને દૂર કરે છે. હળદરનું તિલક તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચાના રોગોથી મુક્ત કરે છે.

કપૂર સળગાવવું
પૂજામાં કપૂર સળગાવવાનું ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. કપૂર સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા નાશ પામે છે. જે જગ્યા પર કપૂર સળગાવવામાં આવે છે ત્યાં સકારાત્મકતા આવે છે, તેમજ રોગના સૂક્ષ્મજંતુઓનો નાશ થાય છે. કપૂર કફ, ગળાના દુખાવા, સંધિવા અને સ્નાયુઓના દુખાવા જેવા રોગોને પણ મટાડે છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : Ramayan Katha: ભગવાન શ્રીરામની આજ્ઞાથી હનુમાનજીને કેમ નાગલોકમાં જવું પડ્યું ? જાણો આ કથાનું રહસ્ય

g clip-path="url(#clip0_868_265)">