MONEY9: પેકેટ નાનું, ખેલ મોટોઃ આ રીતે થશે તમારા ખિસ્સા ખાલી

મોંઘવારીનો માર પેટ્રોલ ડિઝલથી લઇને તમારા રસોડા સુધી પહોંચી ગયો છે. હવે સ્નેક્સ, બિસ્કિટ જેવી રોજબરોજની જરૂરિયાતની ચીજો પર પણ તેનો માર પડ્યો છે. ઘઉં મોંઘા થયા તો લોટની કિંમત વધી ગઇ છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: May 13, 2022 | 4:40 PM

આ વખતે જ્યારે તમે 10 રૂપિયાનું લિટલ હાર્ટ્સ બિસ્કિટ (BISCUIT) ખરીદશો તો બની શકે કે તેમાં તમને થોડાક બિસ્કિટ ઓછા મળે અથવા તો બિસ્કિટ પહેલા કરતાં પાતળા થઇ ગયા હોય. 2 રૂપિયાથી 10 રૂપિયા સુધીની કિંમતના પેકમાં હવે તમને ઓછો સામાન મળશે. કંપનીઓએ આ પેક્સનું વજન ઘટાડી દીધું (SMALL PACK) છે. ઓછી કિંમતવાળા સ્નેક્સ અને બિસ્કિટ્સની સાથે આ કહાની હવે રોજની વાત બની ગઇ છે. કારણ છે મોંઘવારી (INFLATION)નો માર પેટ્રોલ ડિઝલથી લઇને તમારા રસોડા સુધી પહોંચી ગયો છે.

હવે સ્નેક્સ, બિસ્કિટ જેવી રોજબરોજની જરૂરિયાતની ચીજો પર પણ તેનો માર પડ્યો છે. ઘઉં મોંઘા થયા તો લોટની કિંમત વધી ગઇ છે. ખાદ્યતેલ અને ખાંડ જેવી ચીજોમાં તો પહેલેથી જ આગ લાગેલી છે. અરે ભાઇ ! સ્નેક્સ, બિસ્કિટ જેવી ચીજો આ જ રૉ મટિરિયલ્સથી તો બને છે.

100 જેટલી કંપનીઓએ મોંઘવારીના આ મારને કન્ઝ્યૂમર્સ એટલે કે તમારી પર ટ્રાન્સફર કરી દીધો છે. હવે કંપનીઓએ આ પેક્સમાં આવનારા સામાનની માત્રા એટલે કે ક્વોન્ટિટી ઘટાડી દીધી છે. ખાસ કરીને આવુ 2 થી 10 રૂપિયાના પેક્સમાં કરવામાં આવ્યું છે. હવે આ પેક્સનું વજન ઘટાડી દેવામાં આવ્યું છે અને કિંમત એની એ જ રાખી છે.

પારલે અને બ્રિટાનિયા જેવી કંપનીઓના કુલ વેચાણમાં નાના પેક્સ એટલે કે 2 થી 10 રૂપિયાની કિંમતવાળી પ્રોડક્ટ્સની હિસ્સેદારી અંદાજે 50% છે. છેલ્લા 6 મહિનામાં પારલે જીએ 10 રૂપિયા સુધીની કિંમતવાળા પેક્સની કિંમતોમાં ચાલાકીથી 7 થી 8 ટકાનો વધારો કરી દીધો છે.

આવુ આ પેક્સના સામાનની ક્વોન્ટિટી ઘટાડીને કરવામાં આવ્યું છે. અમૂલની છાશમાં પણ આવુ થયું છે. 10 રૂપિયાવાળા પેકમાં હવે ઓછી છાશ મળી રહી છે. 10 થી 12 રૂપિયાવાળી નૂડલ્સનું પેક પણ તમને નાનું લાગી શકે છે કે તેની કિંમત વધી શકે છે. 10 રૂપિયાથી ઉપરના પેક્સમાં કંપનીઓએ સીધા જ ભાવ વધારી દીધા છે.

રૉ મટિરિયલની કિંમતોમાં તેજીનો અંદાજો એ રીતે લગાવી શકાય કે માર્ચ ત્રિમાસિકમાં ગયા વર્ષની સરખામણીમાં ખાંડની કિંમત 7 ટકા વધી છે. ઘઉંની કિંમતો તો જાણે કે આકાશને આંબી રહી છે. ઓછો પાક, એક્સપોર્ટને પ્રોત્સાહન જેવા ફેક્ટર્સે ભાવ વધારી દીધા છે અને હવે રેડી ટૂ ઇટ ચીજો બનાવનારી કંપનીઓના હાથ-પગ પણ ફુલવા લાગ્યા છે. હાલત એવી છે કે 5 રૂપિયાવાળા પેક કદાચ બંધ જ થઇ શકે છે. એવું પણ બને કે 5 રૂપિયાવાળુ પેક હવે 10 રૂપિયામાં મળવા લાગે.

કંપનીઓ પણ ડરી ગઇ છે. સૂર્યા ફૂડ એન્ડ એગ્રોનો 70 ટકા પોર્ટફોલિયો 5 થી 10 રૂપિયાની રેન્જનો છે. કારણ કે સસ્તા પેક્સનું મોટું વેચાણ ગામડામાં જ થાય છે. પહેલેથી જ સુસ્ત ડિમાંડના સમયમાં કંપનીઓ અને ગ્રાહકો બન્ને માટે આ મોંઘવારી હવે સૌથી મોટી મુશ્કેલી સાબિત થતી દેખાઇ રહી છે.

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">