મકરસંક્રાંતિ પર્વએ પીએમ મોદીએ ગાયો સાથે વિતાવ્યો સમય, ઘાસચારો અને ગોળ ખવડાવી સ્નેહ કરતા જોવા મળ્યા -વીડિયો
મકરસંક્રાંતિ પર્વએ પીએમ મોદીએ પણ જાણે ગાયોને ઘાસચારો અને ગોળ ખવડાવી શાસ્ત્રોની વર્ણવેલી પરંપરાને અનુસરી. પીએમ મોદીએ આજના દિવસે અનેક ગાયોને ચારો ખવડાવ્યો અને ગોળ ખવડાવ્યો હતો. પીએમ ગોળ ખવડાવતા સમયે તેમને સ્નેહ કરતા પણ દેખાયા.
મકરસંક્રાંતિ પર્વે ગૌમાતાને ઘાસ ખવડાવવાનો અનેરો મહિમા છે. ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મકરસંક્રાંતિ પર્વે આ પરંપરાને અનુસરતા જોવા મળ્યા. મકરસંક્રાંતિ પર્વે પીએમ મોદી તેમના નિવાસસ્થાને ગાયોને ચારો ખવડાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીએ પીએમઓમાં પાળવામાં આવેલી ગાયોને સ્નેહ કરતા જોવા મળ્યા. મકરસંક્રાંતિ પર્વે એક બાદ એક તમામ ગાયોને લીલો ચારો અને ગોળ ખવડાવ્યો. ગાયો સાથે તેમણે સમય પસાર કર્યો.
PM મોદીએ ગાયો સાથે સમય ગાળી મકરસંક્રાંતિ પર્વની કરી ઉજવણી
પીએમએ એકબાદ એક વારાફરતી તમામને પહેલા તો ચારો ખવડાવ્યો, પોતાના હાથોથી ગાયોને ગોળ ખવડાવ્યો અને પ્રેમથી માથે હાથ ફેરવી સ્નેહ કરતા પણ જોવા મળ્યા. દરેક તહેવારે પીએમ કંઈક અલગ કરવા માટે જાણીતા છે. દર દિવાળીએ પર્વે તેઓ સરહદ પર જવાનો વચ્ચે પહોંચી જઈ જવાનોને મીઠાઈ ખવડાવી દિવાળીની ઉજવણી કરે છે. તો રક્ષાબંધન પર્વે અનેક નાની દીકરીઓ પાસે રાખડી બંધાવી પીએમ રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે.
આ મકરસંક્રાંતિએ પણ તેમણે શાસ્ત્રોમાં જણાવેલા ગાયોને ઘાસચારો ખવડાવવાના મહિમાને તેમના આચરણ થકી બતાવ્યો. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યુ છે કે મકરસંક્રાંતિ પર્વએ ગાયોને ઘાસચારો ખવડાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.