પીએમ મોદીના એક આહ્વાન પર રાજ્યમાં ધાર્મિક સ્થળોની સફાઈ અભિયાનની જોવા મળી વણઝાર, સીએમએ ધોળેશ્વર મંદિરની કરી સાફસફાઈ - વીડિયો

પીએમ મોદીના એક આહ્વાન પર રાજ્યમાં ધાર્મિક સ્થળોની સફાઈ અભિયાનની જોવા મળી વણઝાર, સીએમએ ધોળેશ્વર મંદિરની કરી સાફસફાઈ – વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2024 | 10:19 PM

પીએમ મોદીએ તેમના ઓડિયો સંદેશમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા દેશવાસીઓને પોતાની આજુબાજુના ધાર્મિક સ્થળોની સફાઈ કરવા માટે આહ્વાન કર્યુ છે. પીએમ મોદીના આ એક આહ્વાનનું દેશવાસીઓ પાલન કરતા જોવા મળ્યા. ખુદ રાજ્યના સીએમએ ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરની સફાઈ કરી.

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને તેમના ઓડિયો સંદેશમાં 14 જાન્યુઆરીથી આગામી 22 જાન્યુઆરી એટલે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી દેશના તમામ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવા આહ્વાન કર્યુ છે. પીએમના આ આહ્વાન સાથે જ ગુજરાતના અનેક શહેરોના ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાનની ઝલક જોવા મળી.

ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સાફ સફાઈ કરીને રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા. ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રી જોડાયા હતા. રાજ્યના નાના-મોટા તમામ ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અભિયાન આજથી શરૂ થયું છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સાંસદ રતનસિંહ રાઠોડે કાલિકા માતાના મંદિરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી સાફ સફાઈ કરી.

આ પણ વાંચો: રાજ્યમાં ઉત્તરાયણના ઉત્સાહમાં ગંભીર ઈજાઓની અલગ અલગ પાંચ ઘટનાઓ આવી સામે, ચાઈનીઝ દોરીથી 8 વર્ષિય બાળકનો કપાયો કાન- વીડિયો

આ તરફ સુરતના ઐતિહાસિક ગણાતા રામજી મંદિરમાં મંત્રી મુકેશ પટેલે કચરો સાફ કરીને મંદિરને સ્વચ્છ કરવાનો પ્રયાસ કર્યો. રામનામ સાથે મહિસાગર તીર્થધામ ખાતે વિદ્યાર્થીઓએ સફાઇ અભિયાન હાથમાં લીધું. આમ પીએમ મોદીનો એક આહ્વાન પર ગામેગામ ધાર્મિક સ્થળોની સફાઇનું અભિયાન શરૂ થઈ ચુક્યુ છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">