Landslide: હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી બસ ખીણમાં ખાબકી, મુસાફરોને સલામત બહાર કઢાયા, જુઓ ભયાનક Video

પ્રાપ્ત વિગતો મુજબ સદ્દનસીબે બસ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ અને એક મોટી દુર્ઘટના આકાર લેતા અટકી છે. સમગ્ર ઘટનામાં 23 લોકો ઘાયલ થયા છે, જ્યારે 2 લોકો બસ નીચે દબાયા હતા તેમને સલામત કાઢી લેવાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 12:00 PM

Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન(Landslide)નો સૌથી ભયાનક વીડિયો(Video) સામે આવ્યો છે. ભારે વરસાદને પગલે ઠેરઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, ત્યારે શિમલા નજીક ભૂસ્ખલનનો શિકાર બની મુસાફરો ભરેલી બસ, ચોમેર વરસાદી માહોલ, તૂટતા પહાડો અને ખીણમાં પડેલી બસ, આપને જણાવી દઇએ કે જ્યારે બસ ખીણમાં ખાબકી ત્યારે તેમાં 25 મુસાફરો સવાર હતા, પ્રાપ્ત વિગતો મુજબ સદ્દનસીબે બસ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ અને એક મોટી દુર્ઘટના આકાર લેતા અટકી છે. સમગ્ર ઘટનામાં 23 લોકો ઘાયલ થયા છે, જ્યારે 2 લોકો બસ નીચે દબાયા હતા તેમને સલામત કાઢી લેવાયા છે.

આ પણ વાંચો: Gujarat Weather Forecast: આજે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના, જુઓ Video

હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને પગલે મકાનો જળમગ્ન બન્યા છે, હાઇવે હોય કે આંતરીક રસ્તા, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભૂસ્ખલનને પગલે અનેક વાહનો કાટમાળમાં દટાયા છે, તો મોટાપાયે મકાનોને નુકસાન પહોંચ્યું છે. તો સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓ ગાંડીતૂર બનતા સ્થાનિકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. મહત્વપૂર્ણ છે કે સિઝનમાં બીજી વાર હિમાચલ પ્રદેશમાં કુદરતે કહેવ વરસાવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">