Kam-Ni-Vaat: LPG સિલિન્ડર પર ફરી શરૂ થઈ સબસિડી! ખાતામાં ફટાફટ આવવા લાગ્યા પૈસા, આ રીતે ચેક કરો

જો કે તમારા ખાતામાં સબસિડી આવી છે કે નહીં, તમે તેને સરળ પ્રક્રિયા દ્વારા ચકાસી શકો છો. તમે ઘરે બેઠા સરળતાથી તમારા ખાતામાં સબસિડી ચેક કરી શકો છો.

Dipali Barot
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:56 PM

વધતી મોંઘવારી વચ્ચે જનતા સતત પીસાઈ રહી છે અને આ વચ્ચે આવ્યા છે રાહતના સમાચાર. હવે LPG ગેસ (LPG gas) ગ્રાહકોના ખાતામાં LPG ગેસ સબસિડી (LPG gas subsidy) ફરી આવી રહી છે. જોકે અગાઉ પણ એલપીજી સબસિડી આવતી હતી, પરંતુ ઘણા ગ્રાહકોના ખાતામાં સબસિડી ન મળવાની ફરિયાદો સતત મળી રહી હતી. તમને જણાવી દઈએ કે હવે ફરીથી સબસિડી શરૂ થયા બાદ આ ફરિયાદો આવવાનું લગભગ બંધ થઈ ગયું છે.

ગેસ સબસિડીને લઈને ગ્રાહકોમાં મૂંઝવણ

LPG ગેસ ગ્રાહકોને 79.26 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી (Subsidy) તરીકે આપવામાં આવે છે.
પરંતુ કેટલાક ગ્રાહકોને અલગ-અલગ સબસિડી મળી રહી છે.
આવા સંજોગોમાં લોકો મુંઝવણમાં છે કે તેમને કેટલીવાર સબસિડી મળે છે
ઘણા લોકોને 79.26 રૂપિયાની સબસિડી મળી રહી છે.
જ્યારે ઘણા લોકોને 158.52 રૂપિયા અથવા 237.78 રૂપિયાની સબસિડી મળી રહી છે.

જો કે તમારા ખાતામાં સબસિડી આવી છે કે નહીં, તમે તેને સરળ પ્રક્રિયા દ્વારા ચકાસી શકો છો. તમે ઘરે બેઠા સરળતાથી તમારા ખાતામાં સબસિડી ચેક કરી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે સરળતાથી જાણી શકશો કે LPG ગેસ સબસિડી તમારા ખાતામાં આવે છે કે નહીં અને આવે છે તો કેટલી આવે છે. તો

આવી રીતે ચેક કરો ખાતામાં સબસિડી

  1. સૌ પ્રથમ www.mylpg.in ઓપન કરો.
  2. હવે તમે સ્ક્રીનની જમણી બાજુએ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડર (Gas cylinder)નો ફોટો નજરે પડશે.
  3.  અહીં તમે તમારા સર્વિસ પ્રોવાઈડરના ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો.
  4. પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે, જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડર (Gas service provider)ની હશે.
  5.  હવે ઉપર જમણી બાજુએ સાઈન-ઈન અને ન્યૂ યુઝર વિકલ્પ પર ટેપ કરો.
  6.  જો તમે પહેલાથી જ તમારી આઈડી અહીં બનાવી છે તો સાઈન-ઈન કરો.
  7.  જો તમારી પાસે ID નથી તો તમે ન્યૂ યુઝર પર ટેપ કરીને વેબસાઈટ પર લોગીન કરી શકો છો.
  8.  હવે તમારી સામે વિન્ડો ખુલશે, જમણી બાજુએ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી (Booking History) પર ટેપ કરો.
  9. અહીં તમને માહિતી મળશે કે તમને કયા સિલિન્ડર પર કેટલી સબસિડી આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે.
  10. આ સાથે જો તમે ગેસ બુક કરાવ્યો છે અને તમને સબસિડીના પૈસા મળ્યા નથી તો તમે ફીડબેક બટન પર ક્લિક કરી શકો છો.
  11.  હવે તમે સબસિડીના પૈસા ન મળવાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.
  12. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર 18002-333555 પર ફોન કરીને ફ્રીમાં ફરિયાદ નોંધાવી શકો છો.

જો તમારી સબસિડી આવી નથી તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારી LPG ગેસ સબસિડી કેમ બંધ થઈ ગઈ છે.

કેમ બંધ થઈ જાય છે સબસિડી?

LPG પર સબસિડી બંધ થવાનું સૌથી મોટું કારણ LPG આધાર લિંકિંગ (Aadhaar Linking)ની ઉપલબ્ધતા ન હોવું છે.

જે લોકોની વાર્ષિક આવક (Annual income) 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે, તેમને પણ સબસિડી આપવામાં આવતી નથી.

આ પણ વાંચો : Kam Ni Vaat : શું તમે બનાવવા માંગો છો તમારો પાસપોર્ટ ? નહીં ખાવા પડે તમારે પાસપોર્ટ ઓફિસના ધક્કા, ઘરે બેઠા પણ આસાનીથી કરી શકો છો ઓનલાઈન એપ્લાય

આ પણ વાંચો : Kam-Ni-Vaat: વહેલી તકે PANCARD સાથે AADHAARને કરી લો લિંક, 31 માર્ચ પછી નુકસાનનો કરવો પડશે સામનો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">