Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kam Ni Vaat : શું તમે બનાવવા માંગો છો તમારો પાસપોર્ટ ? નહીં ખાવા પડે તમારે પાસપોર્ટ ઓફિસના ધક્કા, ઘરે બેઠા પણ આસાનીથી કરી શકો છો ઓનલાઈન એપ્લાય

Kam Ni Vaat : શું તમે બનાવવા માંગો છો તમારો પાસપોર્ટ ? નહીં ખાવા પડે તમારે પાસપોર્ટ ઓફિસના ધક્કા, ઘરે બેઠા પણ આસાનીથી કરી શકો છો ઓનલાઈન એપ્લાય

Dipali Barot
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:56 PM

પાસપોર્ટ માટે અપ્લાય કરવું પણ હવે સરળ થઈ ગયું છે. ઘરે બેઠા આસાનીથી ઓનલાઈન એપ્લાય કરીને તમારો પાસપોર્ટ મેળવી શકો છો, જાણો પાસપોર્ટ મેળવવા કેવી રીતે ઓનલાઈન એપ્લાય કરવુ ?

છેલ્લા થોડા સમયથી ડિજિટલ ઈન્ડીયા (Digital India) અભિયાન અંતર્ગત સરકારે દરેક પ્લેટફોર્મને ડિઝિટલ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે દરેક કામ ઘરે બેઠા આસાનીથી થઈ શકે છે. હવે કોઈ પણ કામ માટે કોઈ કચેરી કે ઓફીસના ધક્કા નથી ખાવા પડતા. તેવામાં પાસપોર્ટ (Passport) માટે અપ્લાય કરવું પણ હવે સરળ થઈ ગયું છે. સરકારે આ માટે પણ ઓનલાઈન સુવિધા શરૂ કરી દીધી છે. તમે ઘરે બેઠા આસાનીથી પાસપોર્ટ માટે અપ્લાય કરી શકો છો. જો તમે પણ પાસપોર્ટ બનાવવા માગો છો તો ફોલો કરો કેટલાક સરળ સ્ટેપ્સ.

પાસપોર્ટ માટે ઓનલાઈન અપ્લાય કરવાની રીત

  1.  સૌથી પહેલા પાસપોર્ટ સેવા (Passport service)ની ઓફિશિયલ વેબસાઈટ www.passportindia.gov.in પર જાવ અને રજિસ્ટ્રેશન કરો.
  2. ત્યારબાદ તમારું નામ, નજીકની પાસપોર્ટ ઓફિસ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, જન્મતારીખ અને લોગઈન આઈડીની જાણકારી આપો.
  3. ત્યારબાદ Passport Seva ઓપ્શન પર ક્લિક કરો.
  4. જેમાં Continue ઓપ્શન પર ક્લિક કરો.
  5. હવે Apply for Fresh Passport/Reissue of Passport ઓપ્શન પર ક્લિક કરો.
  6. ત્યારબાદ Click Here To Fill ઓપ્શન પસંદ કરો.
  7. હવે Next Page પર ક્લિક કરો અને તમામ જાણકારી વ્યવસ્થિત રીતે ભરો.
  8. હવે Submit ઓપ્શન પર ક્લિક કરી દો.
  9. ત્યારબાદ View Saved/Submitted Applications પર જાવ.
  10. જેમાં ઓનલાઈન પેમેંટ ઓપ્શન પર ક્લિક કરો.
  11. હવે તમારા નજીકની પાસપોર્ટ ઓફીસ (Passport office)ની અપોઈમેન્ટ મેન્શન કરો.
  12. જે બાદ Pay and Book Appointment ને પસંદ કરો અને એપ્લીકેશન ફોર્મની રિસિપ્ટની પ્રિન્ટ લો.
  13. હવે અપોઈમેન્ટ વાળા દિવસે પાસપોર્ટ ઓફિસ પહોંચી જાવ, ત્યારબાદ તમારું પોલીસ વેરિફિકેશન (Verification) થશે.
  14. જે બાદ પાસપોર્ટ Speed Post થી ઘરે આવી જશે.

આ પણ વાંચો : Kam-Ni-Vaat: વહેલી તકે PANCARD સાથે AADHAARને કરી લો લિંક, 31 માર્ચ પછી નુકસાનનો કરવો પડશે સામનો

આ પણ વાંચો : Kam ni Vaat : શું તમે તમારા આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કર્યું ? જો ના કર્યું હોય તો આ છે સરળ રીત

Published on: Mar 23, 2022 06:01 PM
g clip-path="url(#clip0_868_265)">