Breaking News Iran : અમેરિકાનો ઈરાન કરજ B1 બ્રિજ પર હુમલા બાદ TV9નો રિપોર્ટ, જુઓ Video
ઈરાનના કરજ શહેરમાં સ્થિત B1 બ્રિજ પાસે TV9ની ટીમ પહોંચી છે. જ્યા 2 એપ્રિલના રોજ આ બ્રિજ પર ભીષણ હુમલો થયો હતો. વિસ્ફોટક હુમલાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચ્યો હતો.
ઈરાનના કરજ શહેરમાં સ્થિત B1 બ્રિજ ઘટનાસ્થળે હાલની સ્થિતિ જાણવા માટે TV9ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. જેમાં સ્થળની હાલની પરિસ્થિતિ અને પુનર્નિર્માણ કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી છે. મળેલી માહિતી નુસાર, આ હુમલો અમેરિકા દ્વારા બંકર બસ્ટર બોમ્બનો ઉપયોથી કરવામાં આવ્યો હતો. જેના કારણે બ્રિજને ભારે નુકસાન થયું છે. આ બ્રિજ મિડલ ઈસ્ટનો સૌથી ઊંચો બ્રિજ માનવામાં આવે છે.
TV9નો EXCLUSIVE રિપોર્ટ
B1 બ્રિજનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. હુમલા બાદ આ વિસ્તાર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો હતો અને સાથે જ જાનહાનિ પણ નોંધાઈ હતી. TV9 સંવાદદાતા સુમૈરા ખાન હાલ ઈરાનમાં હાજર છે. 40 દિવસ સુધી ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ બાદની સ્થિતિને સતત રિપોર્ટ કરી રહ્યા છે. તેમના રિપોર્ટ મુજબ, આજના સમયમાં પણ ત્યાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં કરજ B1 બ્રિજના પુનર્નિર્માણની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. TV9નું આ ગ્રાઉન્ડ રિપોર્ટ માત્ર ઘટનાની માહિતી જ નથી આપતો પરંતુ તે સ્થળની વાસ્તવિક પરિસ્થિતિ અને લોકોના જીવન પર પડેલા પ્રભાવને પણ ઉજાગર કરી રહ્યું છે.