India Fights Corona: આખરે દેશમાં પણ કોરોનાનાં કેસમાં ઘટાડો, ગુજરાતમાં કોરોનાથી સારા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો

India Fights Corona: દેશમાં કોરોનાની આવેલી બીજી લહેરે શહેરથી લઈ ગામડાને પોતોની ઝપેટમાં લઈ લીધા હતા. હવે દેશવાસીઓ માટે આંશિક રાહતરૂપ સમાચાર એ છે કે દેશમાં છેલ્લા 4 દિવસથી સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ.

| Updated on: May 11, 2021 | 7:31 AM

India Fights Corona: દેશમાં કોરોનાની આવેલી બીજી લહેરે શહેરથી લઈ ગામડાને પોતોની ઝપેટમાં લઈ લીધા હતા. હવે દેશવાસીઓ માટે આંશિક રાહતરૂપ સમાચાર એ છે કે દેશમાં છેલ્લા 4 દિવસથી સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ. દેશમાં કોરોનાના નવા 3 લાખ 29 હજાર 379 પોઝિટિવ કેસ નોંધાયા.

6 મેના રોજ 4 લાખ 14 હજાર 188 પોઝિટિવ કેસ નોંધાયા હતા કે જેમાં એક જ દિવસમાં 3,877 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 3 લાખ 55 હજાર 745 દર્દીઓએ કોરોનાને હરાવ્યો તો દેશમાં હાલ 37 લાખ 10 હજાર 896થી વધારે કેસ સક્રિય જાવા મળ્યા.

રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે નવા કેસ કરતા રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં વધુ રેકોર્ડબ્રેક 14,931 દર્દીઓ સાજા થયા છે…જેની સામે નવા 11,592 કેસ નોંધાયા છે.

જો કે રવિવારે નોંધાયેલા આંકડા કરતા સોમવારે સામે આવેલા નવા કેસ વધારે છે. રાજ્યમાં વધુ 117 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 8511 પર પહોંચ્યો છે તો રાજ્યમાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5 લાખ 47 હજારને પાર પહોંચી છે જો કે રાજ્યમાં હજુ પણ 1 લાખ 36 હજાર 158 એક્ટિવ કેસ છે..જેમાંથી 792 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે જોકે રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 79.11 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યના મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં રેકોર્ડ બ્રેક દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં 3,263 કેસ નોંધાયા જ્યારે 20 દર્દીઓના મૃત્યુ થયા તો સુરતમાં 11ના મૃત્યુ સાથે 1,092 કેસ નોંધાયા. જ્યારે 2,097 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા તો આ તરફ વડોદરામાં 12 દર્દીના મૃત્યુ સાથે 1,230 કેસ નોંધાયા.

જ્યારે 941 દર્દીઓ સાજા થયા તો રાજકોટમાં 11 દર્દીના મૃત્યુ સાથે 572 કેસ નોંધાયા, જ્યારે 656 દર્દીએ કોરોનાને હરાવ્યો તો જામનગરમાં 14ના મૃત્યુ સાથે 565 કેસ નોંધાયા. જ્યારે 598 દર્દીઓએ કોરોનાને હરાવ્યો, તો જૂનાગઢમાં 8 દર્દીઓના મૃત્યુ થયા જ્યારે મહેસાણા અને ભાવનગરમાં 4-4 દર્દીના મોત થયા હોવાનું નોંધાયું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">