છોટાઉદેપુર: ઓરસંગ નદીમાં થતું ગેરકાયદે ખનન ગ્રામજનોએ અટકાવ્યું, જાણ કરવા છતાં અધિકારી ન આવતા રોષ
ગ્રામજનોએ ખનીજ ચોરી વિશે તંત્રને જાણ કરી હતી, પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે જબુગામની ઓરસંગ નદીમાં થતુ ગેરકાયદે ખનનને સ્થાનિકોએ અટકાવ્યું હતું. જો કે પહેલા પણ આ નદીમાં ગેરકાયદે ખનન ચાલતુ હોવાનું જાણવા મળ્યું હતું. છોટાઉદેપુરના જબુગામમાં તંત્રને બદલે સ્થાનિકોએ ગેરકાયદે ખનની જાણ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં ફરી ગેરકાયદે ખનનની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના જબુગામમાં ગેરકાયદે ખનન ચાલતુ હતું. ઓરસંગ નદીના પટમાં ખનીજની ચોરી થતી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. જો કે પહેલા પણ આ નદીમાં ગેરકાયદે ખનન ચાલતુ હોવાનું જાણવા મળ્યું હતું. છોટાઉદેપુરના જબુગામમાં તંત્રને બદલે સ્થાનિકોએ ગેરકાયદે ખનની જાણ કરી હતી.
મહત્વનું છે કે, ગ્રામજનોએ ખનીજ ચોરી વિશે તંત્રને જાણ કરી હતી, પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે જબુગામની ઓરસંગ નદીમાં થતુ ગેરકાયદે ખનનને સ્થાનિકોએ અટકાવ્યું હતું. જો કે અધિકારીઓને આ બાબતે જાણ કરતા તેઓ ઘટનાસ્થળે ન આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં આદિવાસીઓને સહાયના નામે ગોલમાલ, મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો