હ્રિતિક રોશનની પૂર્વ પત્ની બોયફ્રેન્ડ સાથે ‘ડિનર ડેટ’ પર જતા સોશિયલ મીડિયામાં થઇ ખુબ જ ટ્રોલ

હ્રિતિક રોશનની પૂર્વ પત્ની બોયફ્રેન્ડ સાથે 'ડિનર ડેટ' પર જતા સોશિયલ મીડિયામાં થઇ ખુબ જ ટ્રોલ
Sussane Khan With Boyfriend Arslan Goni File Image

બોલીવુડમાં એકસ કપલ હોય કે કરન્ટ કપલ, લોકો હંમેશા તેમના પ્રિય સ્ટારની જિંદગી વિષે જાણવા માટે સતત ઉત્સુક રહે છે. જેમાંથી એક છે, હ્રિતિક રોશન અને પૂર્વ પત્ની સુઝેન ખાન. આ એક્સ સ્ટાર કપલ હંમેશા ચર્ચાઓમાં બન્યું રહે છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 30, 2022 | 6:15 PM

હૃતિક રોશન (Hrithik Roshan) અને સુઝેન ખાન (Sussane Khan) 2014માં તેમનું લગ્ન જીવન સમાપ્ત કર્યા પછી તેમના જીવનમાં હવે આગળ વધી ચૂક્યા છે. જો કે, તેઓ બંને આજે પણ એક મજબૂત બોન્ડ શેર કરે છે અને તેમના પુત્રોનું સહ-પેરેંટીંગ કરી રહ્યા છે. હાલમાં, હૃતિક રોશન અભિનેત્રી સબા આઝાદને (Saba Azad) ડેટ કરી રહ્યો છે, જયારે ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન અભિનેતા અર્સલાન ગોની  સાથેના સંબંધમાં હોવાના અહેવાલો મળી રહ્યા છે. તાજેતરમાં, સુઝાન અને અર્સલાન કેટલાક મિત્રો સાથે ડિનર ડેટ પછી સાથે જોવા મળ્યા હતા અને તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.

View this post on Instagram

A post shared by Arslan Goni (@arslangoni)

આ વિડિયોમાં, તમે જોઈ શકો છો કે લવબર્ડ્સ સુઝેન ખાન અને અર્સલાન ગોની ‘ડિનર ડેટ’ બાદ એકબીજાને હૂંફાળું આલિંગન આપી રહ્યા છે. જો કે, તેમની આ ચેષ્ટા અમુક લોકોને જરાપણ પસંદ આવી નથી. નેટીઝન્સે આ નવા સ્ટાર કપલને સોશિયલ મીડિયા પર અત્યારે ખુબ જ ટ્રોલ કરી રહયા છે.

આ વાયરલ વિડીયો જોયા બાદ, એક યુઝરે લખ્યું કે, ‘આ બંને એવી રીતે મળી રહ્યા છે કે, જાણે તેણી દેશ છોડીને જતી રહેવાની હોય.’ અન્ય એકે ટિપ્પણી કરી કે, ‘એવું લાગે છે કે તેઓ રિલેશનશિપમાં છે તે વાત બતાવવાનો સખત પ્રયાસ કરી રહ્યા છે, તેથી આવું કરવાની ફરજ પડી’. એક યુઝરે તો આગળ વધીને સુઝેનને આપણી સંસ્કૃતિ બરબાદ કરવા માટે દોષી સાબિત કરતા કમેન્ટમાં લખ્યું કે, ‘આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ચુકી છે, અને આપણા દેશની સંસ્કૃતિને બરબાદ કરી રહ્યા છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘સુઝેનના ડેટિંગ માટે આવા નીચા ધોરણો શરમજનક છે.’

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો તેમ, સુઝેને માસ્ક પહેર્યું ન હતું તે ધ્યાનમાં લેતા, એક યુઝરે લખ્યું કે, ‘મેડમ તમે વગર માસ્કે જાહેરમાં ફરી રહ્યા છો, શું કોરોના જતો રહ્યો છે?’ એક યુઝરે તો લખ્યું કે, ‘હ્રિતિક બીજાની પાસે તો તેણી બીજાની પાસે.’ સુઝેન વિશે વાત કરીએ તો, તેણી એક સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેણી તેના સોશિયલ મીડિયા પર તેના પુત્રો અને તેના કામની કેટલીક અદ્ભુત તસવીરો અને વિડિયોઝ દ્વારા ચાહકોને ટ્રીટ કરે છે.

View this post on Instagram

A post shared by Sussanne Khan (@suzkr)

તાજેતરમાં જ તેણીએ તેના બંને પુત્રો હ્રેહાન અને હૃદાન સાથે એક સુંદર તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ”જે પણ તેઓ છે તે અહીંયા છે… હાર્ટમોનસ્ટર્સ #Raystar #Ridzsky.” તેણીએ તેના પુત્ર હ્રેહાન માટે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી જે તાજેતરમાં 16 વર્ષનો થયો છે.

View this post on Instagram

A post shared by Sussanne Khan (@suzkr)

સુઝેને તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર એક વિડિયો કોલાજ મૂક્યો હતો અને લખ્યું હતું કે, “હેપ્પી હેપ્પી 16… માય સ્ટાર, કારણકે તમે હંમેશા મારા માર્ગને પ્રકાશિત કરો છો…હું વિશ્વની સૌથી નસીબદાર મમ્મી છું કારણ કે તમે મને પસંદ કરી છે…#Ray16th #Myskyfullofstars”.

જો વર્ક ફ્રન્ટ પર જોઈએ તો, અર્સલાન ‘મેં હીરો બોલ રહા હું’ સિરીઝનો ભાગ છે. જયારે સુઝેન ખાન તેની હોમ ઓફિસ ડિઝાઇન કરી રહી છે.

આ પણ વાંચો RRRમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયાએ એસએસ રાજામૌલીનો માન્યો આભાર, જાણો શું કહ્યું ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati