RRRમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયાએ એસએસ રાજામૌલીનો માન્યો આભાર, જાણો શું કહ્યું ?

એસએસ રાજામૌલીની ફિલ્મ RRRમાં જેનિફર (જેની)ની ભૂમિકા ભજવનાર બ્રિટિશ એક્ટ્રેસ ઓલિવિયા મોરિસ તેની પ્રશંસનીય સ્ક્રીન હાજરી અને જુનિયર NTR સાથેના રોમેન્ટિક ટ્રેકને કારણે ઘણી ચર્ચામાં છે.

RRRમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયાએ એસએસ રાજામૌલીનો માન્યો આભાર, જાણો શું કહ્યું ?
Actress Olivia Morris (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 1:05 PM

RRR Movie : બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયાએ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRમાં જેનિફર (જેની), જુનિયર NTRની ઓન-સ્ક્રીન લેડી લવની ભૂમિકા ભજવી હતી.‘બાહુબલી’ના નિર્માતા એસએસ રાજામૌલી (SS Rajamouli)દ્વારા નિર્દેશિત ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર કલેક્શનનો વરસાદ કરી રહી છે. પાંચમા દિવસે રામ ચરણ (Ram Charan)અને જુનિયર NTR  (Junior NTR) સ્ટારર ‘RRR’નું વિશ્વવ્યાપી કલેક્શન 600 કરોડ સુધી પહોંચી ગયું છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
View this post on Instagram

A post shared by Olivia (@oliviakmorris)

ઓલિવિયા મોરિસે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે RRR નિર્માતાઓ અને તેના પર વિશ્વાસ કરવા બદલ તેના સહ કલાકારો જુનિયર NTR અને રામ ચરણનો આભાર માન્યો હતો. તેણે લખ્યું,’આખરે દિવસ આવી ગયો !! હું દિલથી તમામ ચાહકોનો આભાર માનું છું કે તેઓ અમારા ફિલ્મને તેમના અતૂટ પ્રેમ અને સમર્થન સાથે સ્વીકાર કર્યો છે. મને ભારતીય સિનેમાના સૌથી મોટા એક્શન ડ્રામાનો હિસ્સો બનાવવા બદલ હું @ssrajamouliનો પણ આભાર માનું છું. મને ઘરની અનુભૂતિ કરાવવા અને મારું શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણા આપવા બદલ @alwaysramcharan અને @jrntr તમારો આભાર! હું તમારા બધા માટે તમારી નજીકના થિયેટરમાં @rrrmovie જોવા અને ભારતીય સિનેમાના જાદુને અનુભવવા માટે ઉત્સાહિત છું! આભાર….

View this post on Instagram

A post shared by Olivia (@oliviakmorris)

બિન-ભારતીય કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો

દિગ્દર્શક એસએસ રાજામૌલીની તાજેતરની રીલીઝ ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાનું એક મુખ્ય કારણ તેની ઓન-પોઈન્ટ કાસ્ટિંગ છે, જેમાં વિવિધ બ્રિટિશ પાત્રો ભજવતા બિન-ભારતીય કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશંસકો પહેલેથી જ ઓલિવિયા વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે જેઓ તેની સ્ક્રીનની હાજરીથી બધાનુ ધ્યાન ખેંચે છે.

ઓલિવિયા મોરિસ એક બ્રિટિશ એક્ટ્રેસ

ઓલિવિયા મોરિસ એક બ્રિટિશ એક્ટ્રેસ છે, જે મૂળ કિંગ્સટન અપોન થેમ્સની છે. તેણે 2018 માં રોયલ વેલ્શ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામામાંથી અભિનયમાં સ્નાતક પૂર્ણ કર્યું હતું અને 2014 માં નેશનલ યુથ થિયેટર ખાતે ટ્રેનિંગ લીધી હતી. હાલ એકટ્રેસ ઓલિવિયા મોરિસ મૉડલ થિયેટરમાં ખૂબ સક્રિય છે અને તેણે મેકબેથના અનુકૂલન જેવા નાટકોમાં અભિનય પણ કર્યો છે.

આ પણ વાંચો : RRR Box Office Collection : RRR નું ક્લેકશન 600 કરોડની નજીક,SS રાજામૌલીની ફિલ્મે પોતાના નામે કર્યો નવો રેકોર્ડ

g clip-path="url(#clip0_868_265)">