AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: શેરમાર્કેટમાં લોકો Dividend દ્વારા કેવી રીતે મેળવે છે તગડું Return?

MONEY9: શેરમાર્કેટમાં લોકો Dividend દ્વારા કેવી રીતે મેળવે છે તગડું Return?

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 20, 2022 | 4:17 PM
Share

કેટલાક ઈન્વેસ્ટર્સ (INVESTORS) તો ડિવિડન્ડ (DIVIDEND) માટે જ અમુક શેરમાં રોકાણ કરે છે અને તગડું રિટર્ન (RETURN) પણ કમાઈ લે છે. આ કેવી રીતે શક્ય છે, તે જાણવા માટે જુઓ અમારો આ વીડિયો.

MONEY9: કેટલાક ઈન્વેસ્ટર્સ (INVESTORS) તો ડિવિડન્ડ (DIVIDEND) માટે જ અમુક શેરમાં રોકાણ કરે છે અને તગડું રિટર્ન (RETURN) પણ કમાઈ લે છે. ઉદાહરણ સાથે જોઇએ તો, સંદીપ તો છે શેરબજારનો ખાંટુ રોકાણકાર પરંતુ તેનો મિત્ર રાહુલ, હજુ પા..પા પગલી ભરી રહ્યો છે. રાહુલ ઘણીવાર સંદીપ પાસે ટિપ્સ માંગતો રહે છે. છેલ્લાં કેટલાક દિવસોથી રાહુલના દિમાગમાં ડિવિડન્ડને લઈને સવાલો ઊભા થઈ રહ્યાં છે. તેને ખબર નથી કે, ડિવિડન્ડ સાથે જોડાયેલી આ રમત કેવી રીતે રમવી જોઈએ.  તો તે પહોંચી ગયો સંદીપ પાસે અને ચલાવી દીધો તેના પર સવાલોનો મારો.

રાહુલઃ ભાઈ, હું પણ ડિવિડન્ડ દ્વારા કમાણી કરવા માંગુ છું… તો શું કરવું જોઈએ? 

સંદીપઃ અરે, તું ચિંતા કેમ કરે છે?…આ કોઈ બસ થોડી છે, કે તું ચૂકી જઈશ. ઘણા રોકાણકારો પર્ફેક્ટ સમયે એન્ટ્રી કરીને ડિવિડન્ડનો લાભ લઈ લે છે અને પછી શેર વેચીને પૈસા પાછા કાઢી લે છે. આ તો એક રમત છે. 

રાહુલઃ અરે, વાહ… તો મને પણ આ રમત સમજવી છે. 

સંદીપઃ તેને ડિવિડન્ડ કેપ્ચર સ્ટ્રેટેજી કહે છે. 

ઘણા ઈન્વેસ્ટર્સ રિટર્નની સાથે સાથે સારું ડિવિડન્ડ પણ મળે તેવા શેર ખરીદે છે. 

જોકે, અમુક રોકાણકારો ડિવિડન્ડ કેપ્ચર રણનીતિ દ્વારા ડિવિડન્ડનો ફાયદો ઉઠાવે છે. આ રણનીતિમાં તમારે સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે, શેરની ખરીદી અને વેચાણ સમયસર કરવું પડે છે… એટલે કે એક હાથમાં ડિવિડન્ડ આવે તો, બીજા હાથથી શેર વેચી દો. શેરની ખરીદી એક્સ-ડિવિડન્ડ ડેટની પહેલાં થાય છે અને રેકોર્ડ ડેટ વીતી જાય એટલે શેર વેચી દેવાના હોય છે. 

રાહુલઃ આ રેકોર્ડ ડેટ એટલે શું?

સંદીપઃ એક ઉદાહરણ દ્વારા સમજીએ.

માની લે કે, XYZ નામની એક કંપની 12 એપ્રિલ, 2022એ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરે છે. કંપનીએ તેના માટે 16 એપ્રિલ, 2022ને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. એટલે કે, આ તારીખ સુધી જેમની પાસે શેર હશે, તેને જ ડિવિડન્ડ મળશે. આમ, 15 એપ્રિલ 2022ને એક્સ-ડિવિડન્ડ ડેટ માનવામાં આવશે. 

જે રોકાણકાર એક્સ-ડિવિડન્ડ ડેટના એક દિવસ પહેલાં સુધી પણ શેર ખરીદશે, તેને જ ડિવિડન્ડનો લાભ મળશે. તમામ માન્ય ઈક્વિટી શેરધારકોને 19 એપ્રિલ, 2022એ ડિવિડન્ડ ચુકવવાની તારીખ નક્કી કરવામાં આવી છે. તો આ તારીખોની વચ્ચે કોઈ પણ રોકાણકાર ડિવિડન્ડ કેપ્ચર સ્ટ્રેટેજી દ્વારા પૈસા કમાઈ શકે છે. 

રોકાણકાર 12 એપ્રિલે ડિવિડન્ડ આપવાની કંપનીની જાહેરાત બાદ કોઈ પણ સમયે તેના શેર ખરીદી લે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે, આ ખરીદી એક્સ-ડિવિડન્ડ ડેટની પહેલાં જ થઈ જવી જોઈએ. એટલે કે, ખરીદી માટે માત્ર 12થી 14 એપ્રિલ વચ્ચેનો જ સમય છે. 

આ વિન્ડો દરમિયાન, જો રોકાણકારે કંપનીના શેર ખરીદી લીધા હોય, તો તેણે રેકોર્ડ ડેટ સુધી શેર પોતાની પાસે રાખવા પડશે. રેકોર્ડ ડેટ પછી, કોઈ પણ દિવસે તે ઈચ્છે તો શેર વેચીને પોતાનું રોકાણ પાછું ખેંચી શકે છે, તેને ડિવિડન્ડ મળી જશે. આમ, થોડાક દિવસોના રોકાણ દ્વારા પણ તે સારું એવું વળતર કમાઈ લેશે. પરંતુ, એક વાત ધ્યાનમાં રાખવી પડશે, કે એક્સ-ડિવિડન્ડ તારીખે મોટા ભાગનાં શેરના ભાવ ઘટી જાય છે. 

રાહુલઃ અચ્છા, તો ડિવિડન્ડની લાલચમાં શેરમાં રોકાણ કરું અને શેર ઘટે તો, મને નુકસાન જશે.

સંદીપઃ અરે, દોસ્ત, તેનાથી બચવાનો રસ્તો પણ છે. આવી સ્થિતિમાં રોકાણકારો પાસે ટેકનીકલી ત્રણ વિકલ્પ હોય છે. 

વિકલ્પ 1ઃ 

પહેલો વિકલ્પ એ કે, જે દિવસે ડિવિડન્ડ રેકોર્ડ ડેટ હોય, તે દિવસે બજાર ખુલતાંની સાથે જ શેર વેચી નાખવા. આટલા સમયમાં જો શેર ઘટશે, તો એ ઘટાડો સાવ નજીવો હશે અને તમને ખોટની જગ્યાએ ફાયદો જ થશે, કારણ કે, ડિવિડન્ડ તો મળવાનું જ છે. 

વિકલ્પ 2ઃ

હવે, બીજો વિકલ્પ એ છે કે, જ્યાં સુધી શેરનો ભાવ વધે નહીં, ત્યાં સુધી તેને રાખી મૂકો. જો શેર મજબૂત હશે, તો તો કોઈ સવાલ જ નથી, પરંતુ જો તેમાં ઘટાડો થયો હોય, તો ફરી ઉછાળો આવે તેની રાહ જુઓ. જ્યારે ભાવ વધી જાય ત્યારે વેચી દો. 

વિકલ્પ 3ઃ 

ત્રીજો વિકલ્પ એ છે કે, ફ્યુચર્સ કે ઑપ્શન્સ ટ્રેડિંગમાં આ શેરની પોઝિશન હેજ કરી લો. 

સંદીપઃ હવે, તો તું સમજી જ ગયો હશે કે, એક્સ-ડિવિડન્ડ તારીખે શેરની કિંમત તૂટે તો, આ ખોટથી બચવા માટે તુ તે શેરના ફ્યૂચર્સ કે ઑપ્શન્સ કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરી શકે છે.

રાહુલઃ થેંક્સ, સંદીપભાઈ. તમે બહુ, સરસ રીતે મને ડિવિડન્ડની રમત સમજાવી દીધી. 

મની નાઈનની સલાહ

  • શેર પર મળતાં ડિવિડન્ડથી તમને વળતર મેળવવાની સારી તક મળે છે. તમારે આ તક ઝડપી લેવી જોઈએ. પરંતુ ધ્યાન રહે કે, આમાં ખૂબ સાવધાની રાખવી પડશે. 
  • જો તમે શેર વેચવામાં વિલંબ કરશો, તો લાંબો સમય સુધી ફસાઈ શકો છો. પરંતુ જો તમારી પાસે સરપ્લસ રોકડ હોય તો, શેરમાં રોકાણ જાળવી શકો છો.
g clip-path="url(#clip0_868_265)">