AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર શહેરને મળશે 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ભેટ- જુઓ Video

ભાવનગર શહેરને PM ઈ-બસ સેવા યોજના હેઠળ 100 ઇલેક્ટ્રિક બસોની ભેટ મળી છે. મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગે CEPT યુનિવર્સિટી સાથે મળીને 17 રૂટ અને સસ્તા ભાડાનું માળખું તૈયાર કર્યું છે. આ યોજના ભાવનગરના નગરજનોને વર્ષોથી અભાવગ્રસ્ત સિટી બસ સેવા પૂરી પાડશે અને ઓટો-રિક્ષાના આડેધડ ભાડાની સમસ્યા હલ કરશે. 18 સપ્ટેમ્બરે આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2025 | 9:07 PM
Share

ભાવનગર શહેરને પી.એમ. ઈ-બસ સેવા યોજના હેઠળ 100 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસની ફાળવણી કરાઇ છે. ત્યારે મનપાનાં ટ્રાન્સપોર્ટ વિભાગે જરૂરિયાતો અને ઓટો-રિક્ષાના પ્રવર્તમાન ભાવોને ધ્યાનમાં રાખીને એક પ્રસ્તાવિત ભાડા માળખું અને રૂટ પ્લાન તૈયાર કરાયા છે.

આ માટે મનપા સાથે સી.ઇ.પી.ટી યુનિવર્સિટી પણ મનપા સાથે જોડાઇ છે. હાલ 17 રૂટનું વ્યાપક નેટવર્ક તૈયાર કરાયું છે. જેમાં 9 શહેરી અર્બન રૂટ્સ અને 8 ઉપનગરીય અર્બન રૂટસનો સમાવેશ થાય છે. વર્ષોથી શાસકોની નબળાઈથી સિટી બસ સુવિધા ભાવનગરનાં નગરજનોને મળી નથી, જેના લીધે રિક્ષા ચાલકો પણ આડેધડ ભાડા વસુલ કરે છે. હાલ મનપા સામે શહેરીજનોનાં ખીસ્સાને પોસાય તે રીતે આ બસ સેવાને યોગ્ય રીતે ચલાવવાનો પડકાર છે.

બસ રૂટનાં માળખા, ભાડા અને રીક્ષા ભાડા અંગે પણ આવશ્યક ફેરફારો કરવા અંગે કમિશનરને અધિકૃત કરી સત્તા સોંપવાની મંજુરી આપવા આગામી તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ મહાનગર પાલિકાની મળનારી સાધારણ સભામાં નિર્ણય લેવાશે.

નર્મદાના ઝરવાણી ધોધમાં ફસાયેલા યુવકોનું કરાયુ રેસક્યુ, હેમખેમ પરત ફરતા સ્વજનોએ તંત્રનો આભાર- Video

g clip-path="url(#clip0_868_265)">