Rajkot : ડમીકાંડને લઇને યુવરાજસિંહે ફરી કર્યો હુંકાર, આગામી 15 દિવસમાં ડમીકાંડ અંગે મોટો ખુલાસો કરીશ, જુઓ Video

યુવરાજસિંહ જાડેજાની ભાવનગર ડમીકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જાડેજા પર ડમી કૌભાંડમાં કેટલાક ઉમેદવારોના નામ છુપાવવા માટે એક કરોડ રૂપિયા લેવાનો આરોપ હતો. તેથી ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. આ કેસમાં યુવરાજસિંહ જાડેજાને ભાવનગર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારે ફરી એકવાર યુવરાજસિંહે ડમીકાંડને લઇને મોટો ખુલાસો કરવાનું નિવેદન આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 5:22 PM

Rajkot : રાજ્યમાં ફરી એકવાર ડમીકાંડનો મુદ્દો ગરમાય તો નવાઇ નહીં. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે (Yuvrajsingh) હુંકાર કર્યો છે કે, 15 દિવસમાં ડમીકાંડને લઇને સૌથી મોટો ખુલાસો કરવામાં આવશે. એક મુલાકાત દરમિયાન યુવરાજસિંહે દાવો કર્યો કે ડમીકાંડના તાર ભાવનગર જ નહીં, સૌરાષ્ટ્રના અનેક શહેરો સુધી જોડાયેલા છે. આ વખતે યોગ્ય પુરાવા સાથે સામે આવીને પર્દાફાશનો યુવરાજે દાવો કર્યો છે.

આ પણ વાંચો Rajkot Video : શાસ્ત્રીનગર વિસ્તારમાં કેમિકલની બોટલમાં થયો બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવ્યો

ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ જાડેજાની ભાવનગર ડમીકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જાડેજા પર ડમી કૌભાંડમાં કેટલાક ઉમેદવારોના નામ છુપાવવા માટે એક કરોડ રૂપિયા લેવાનો આરોપ હતો. તેથી ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. આ કેસમાં યુવરાજસિંહ જાડેજાને ભાવનગર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારે ફરી એકવાર યુવરાજસિંહે ડમીકાંડને લઇને મોટો ખુલાસો કરવાનું નિવેદન આપ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us: