ભાવનગરના ચકચારી ડમીકાંડ બાદ તોડકાંડના આરોપી યુવરાજસિંહને કોર્ટમાં કરાયો રજૂ, મીડિયા સમક્ષ આપ્યુ આ નિવેદન- જુઓ Video
Bhavnagar: ભાવનગરના ચકચારી ડમીકાંડ બાદ સામે આવેલા સામે આવેલા તોડકાંડમાં હાલ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જેલમાં બંધ છે. આ તોડકાંડમાં SIT તપાસ કરી રહી છે. ત્યારે આજે યુવરાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
Bhavnagar: ભાવનગર તોડકાંડમાં જેનુ નામ ખૂલ્યુ છે એ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં યુવરાજ સિંહે મોટુ નિવેદન આપ્યુ. યુવરાજે જણાવ્યુ કે હું બહાર આવીશ પછી ઘણા બધા ખૂલાસા થશે. સત્ય પરેશાન થઈ શકે છે પરાજીત નહીં. વધુમાં યુવરાજસિંહે જણાવ્યુ કે તોડકાંડમાં રૂપિયાની લેતી-દેતી મામલે મારે કોઈ લેવાદેવા નથી.
યુવરાજસિંહ તોડકાંડમાં 1 કરોડ રૂપિયા લીધા હોવાનો ગંભીર આરોપ
આપને જણાવી દઈએ કે ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે કેટલાક આરોપીઓના નામ જાહેર ન કરવાની શર્ત સાથે યુવરાજ સિંહ સહિત તેમના કેટલાક માણસોએ તોડ કર્યો હોવાનો આરોપ છે. આ ડમીકાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. આ અંગેના કેટલાક પુરાવા પણ પોલીસે રજૂ કર્યા છે. જે મામલે યુવરાજસિંહ સહિત તેમના સાથીદારો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Bhavnagar : ડમીકાંડમાં SOG પોલીસે 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરી, 61 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા, જુઓ Video
યુવરાજસિંહ વિરુદ્ધ ખંડણી ઉઘરાવવી અને ગુનાહિત કાવતરૂ રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ સહિત તેમના સગાસંબંધીઓ અને સાથીદારો સામે પણ ગુનો નોંધ્યો છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો