Kheda: પેટ્રોલ પંપ પર રીક્ષામાં ડીઝલ પુરાવતા સમયે એક યુવકનું મોત, ઘટના CCTVમાં કેદ, જુઓ Video

|

Aug 17, 2023 | 9:05 PM

ખેડાના કપડવંજમાં આસ્થા પેટ્રોલ પંપ પર વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. હસમુખ ઝાલા નામના 35 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજયું છે. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

Kheda: પેટ્રોલ પંપ પર રીક્ષામાં ડીઝલ પુરાવતા સમયે એક યુવકનું મોત, ઘટના CCTVમાં કેદ, જુઓ Video

Follow us on

ખેડામાં પેટ્રોલ પંપ પર રીક્ષામાં ડીઝલ પુરાવતા સમયે એક યુવકનું મોત નિપજ્યું. અરવલ્લીના મુસાફરને હાર્ટ એટેક (Heart Attack) આવતા ઢળી પડ્યો હતો. કપડવંજના આસ્થા પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી. હાર્ટ અટેક આવતા યુવક નીચે પડી જતા તેના માથાના ભાગે ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : Kheda: મહેમદાવાદની પરિણીતાએ વિધર્મી યુવાનના ત્રાસથી કર્યો આપઘાત, જુઓ Video

પેટ્રોલ પંપ પર બનેલી આ ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મૃતક યુવક 35 વર્ષીય હસમુખ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના વ્યક્તિમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ખેડામાં પેટ્રોલ પંપ પર રીક્ષામાં ડીઝલ પુરાવતા સમયે એક યુવકનું મોત નિપજ્યું હોણું સામે આવ્યું છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Next Article