દાહોદ : ગરબાડા પાસે ટ્રાવેલ્સ બસમાં દુષ્કર્મની ઘટના, ચાલુ બસમાં શ્રમિક મહિલા પર ડ્રાઇવર-કંડક્ટરે આચર્યું કુકર્મ
શ્રમિક મહિલા MPથી મોરબી ખાતે જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલાએ મહિલા હેલ્પ લાઈન 181ને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જે બાદ દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ડ્રાઇવર-કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ગરબાડા પાસે ટ્રાવેલ્સ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. ટ્રાવેલ્સ એજન્સીની ખાનગી બસમાં મહિલા સાથે ડ્રાઇવર અને કંડક્ટરે ચાલુ બસે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, 8 જાન્યુઆરીએ શ્રમિક મહિલા MPથી મોરબી ખાતે જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલાએ મહિલા હેલ્પ લાઈન 181ને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જે બાદ દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ડ્રાઇવર-કંડક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો સુપ્રીમનો ચુકાદો…બિલકિસના પરિવાર દ્વારા આવકાર, આજે અમને ‘સુપ્રીમે’ અપાવ્યો ન્યાય
Latest Videos