Gujarati Video: અમદાવાદના વટવાની કાશીબા હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલા-બાળકનું મોત,પરિવારે કર્યો આક્ષેપ

Gujarati Video: અમદાવાદના વટવાની કાશીબા હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલા-બાળકનું મોત,પરિવારે કર્યો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 9:35 AM

અમદાવાદના વટવાની કાશીબા હોસ્પિટલની લાપરવાહી સામે આવી છે. અમદાવાદની વટવા કાશીબા હોસ્પિટલમાં મહિલા અને બાળકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર પ્રસુતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત થયું છે.

Ahmedabad : અમદાવાદના વટવાની કાશીબા હોસ્પિટલની લાપરવાહી સામે આવી છે. અમદાવાદની વટવા કાશીબા હોસ્પિટલમાં મહિલા અને બાળકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર પ્રસુતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત થયું છે. હોસ્પિટલમાં ડૉક્ટર વિના જ નર્સ ડિલીવરી કરતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પ્રસુતિ દરમિયાન નર્સની બેદરકારીના કારણે મહિલા-બાળકનું મોત થયાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: હસ્તકલાને પ્રોત્સાહન, ટેકનોલોજી અને નવીનીકરણ જેવા મુદ્દાઓને લઈ યોજાયો ‘નૉ યોર વીવ’ સેમિનાર

તો બીજી તરફ વડોદરા જિલ્લાના સાવલીની સાંઈ હોસ્પિટલ (Sai Hospital) ફરી વિવાદમાં આવી હતી. એક પ્રસૂતાનું સારવાર દરમિયાન મોત થતા તેના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ઘટના કઇક એવી હતી કે 108 મારફતે સ્વજનો પ્રસૂતા સોનલ પાટણવાડીયાને સાવલીની સાંઇ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબ આવે તે પહેલા જ બે નર્સે સિઝર કરીને ડીલીવરી કરી હતી.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">