Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં મળેલા ગાંજાના છોડનો પોલીસ અને FSLની હાજરીમાં કરાયો નિકાલ, બોયઝ હોસ્ટેલના કંપાઉન્ડમાં મળ્યા હતા છોડ
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાંથી મળી આવેલા છોડને તપાસ માટે FSLમાં મોકલી દેવામાં આવ્યા છે અને આ મુદ્દે યુનિવર્સિટી પોલીસને પણ જાણ કરાઈ છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ કેમ્પસમાંથી મળી આવેલા છોડ હાલ ઉખેડી નાખવામાં આવ્યા છે.
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા બાદ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવી ગયું છે. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ગાંજાના છોડ મળી આવવાની ઘટનાને કુલપતિ ડૉ.નીરજા ગુપ્તાએ ખૂબ ગંભીર ગણાવીને તપાસના આદેશ આપ્યા છે. ડૉ.નીરજા ગુપ્તાએ કહ્યું કે- છોડ ગાંજાના છે કે કેમ તેની તપાસ માટે FSLમાં તેના સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે અને આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે- હોસ્ટેલમાં મેઈન્ટેનન્સ કરવામાં આવશે અને જ્યાં બિનજરૂરી ઘાસ હશે તે દૂર કરવામાં આવશે. તેમણે કહ્યું કે- હોસ્ટેલમાંથી વિદેશી દારૂની બોટલ મળી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી.
NSUIએ નાટક પ્રસ્તુત કરી કુલપતિની ઓફિસ બહાર કર્યો વિરોધ
બીજીતરફ ABVP અને NSUIએ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ વ્યક્ત કર્યો. કુલપતિની ઓફિસ બહાર નાટક પ્રસ્તુત કરીને વિરોધ કરવામાં આવ્યો. સાથે જ આ મામલે કડક કાર્યવાહીની માગણી કરી. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી.
આ પણ વાંચો: Gujarat Video: આલ્કોહોલયુક્ત સીરપના મામલે અમદાવાદના એક સહિત 3 આરોપીઓની ધરપકડ
કેમ્પસમાંથી ગાંજાના છોડ ઉખેડી નાખવામાં આવ્યા
મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં મળેલા ગાંજાના છોડ ઉખેડી નખાયા છે. ભારે વિવાદ થયા બાદ ગાંજાનો છોડ ઉખેડી નખાયા છે. પોલીસ અને FSLની હાજરીમાં છોડ કાઢી દેવાયા હતા. ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના કંપાઉન્ડમાં ગઈકાલે ગાંજાના બે છોડ મળી આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં બે અલગ અલગ છોડ મળી આવ્યા હતા. જેમાં એક 6.5 ફૂટનો છોડ છે જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ છે. પોલીસના જણાવ્યા અનુસાર હોસ્ટેલ વોર્ડને પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ છોડ અંગે જાણ કરી. જે બાદ પોલીસે તપાસ કરતા શંકાસ્પદ છોડ મળી આવ્યા છે.
Input Credit- Rutvik Patel- Ahmedabad
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો