Kheda : પાણીની કટોકટી વચ્ચે ડાકોરમાં બે વિપરીત ઘટના, એક તરફ પાણી માટે લોકોના ધરણા તો બીજી તરફ પાણીનો વેડફાટ, જુઓ દ્રશ્યો

Kheda : પાણીની કટોકટી વચ્ચે ડાકોરમાં બે વિપરીત ઘટના, એક તરફ પાણી માટે લોકોના ધરણા તો બીજી તરફ પાણીનો વેડફાટ, જુઓ દ્રશ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 2:18 PM

ખેડા (Kheda) જિલ્લાના ડાકોરમાં પાણીની સમસ્યા હોવા છતા બે વિપરીત પરિસ્થિતિ જોવા મળી. એક તરફ ડાકોર નગરપાલિકા (Dakor Municipality) બહાર લોકોએ ધરણા પર ઉતરવુ પડ્યુ. બીજી તરફ પાઇપ લાઇનમાં ભંગાણ થવાને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો.

એક તરફ ચોમાસુ (Monsoon) બેસવાને હજુ થોડી વાર છે. બીજી તરફ ગુજરાતમાં (Gujarat) કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે ગુજરાતના જળસ્ત્રોતો સુકાવા લાગ્યા છે. ખાસ કરીને ખેડા (Kheda) જિલ્લાના ડાકોરમાં પાણીની સમસ્યા હોવા છતા બે વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે. એક તરફ પાણીની સમસ્યાને પગલે ડાકોર નગરપાલિકા બહાર લોકોએ ધરણા પર ઉતરવુ પડ્યુ. બીજી તરફ ડાકોરમાં જ પાઇપ લાઇનમાં ભંગાણ થવાને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે.

ડાકોર નગરપાલિકા બહાર લોકોનો માટલાફોડ વિરોધ

ખેડા જિલ્લાના ડાકોર નગરપાલિકા બહાર પીવાના પાણીની તંગીને લઈ લોકો ધરણા પર બેઠા છે. વોર્ડ નંબર-1માં છેલ્લા ચાર મહિનાથી પીવાનું પાણી નહી મળતા મહિલાઓ સહિત લોકોએ નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. 200થી વધુ લોકોએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. વિરોધના પગલે નગરપાલિકાના પ્રમુખ રાજેશ પટેલે લોકોને સાંત્વના આપી હતી. ધરણામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નગરપાલિકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

પાણીનો પુષ્કળ વેડફાટ

બીજી તરફ યાત્રાધામાં ડાકોરમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ જોવા મળ્યો. પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વ્યય થયો. ડાકોર મંદિરથી બહાર નીકળવાના દરવાજા પાસે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. નવા રસ્તાનું કામ ચાલતું હોવાના કારણે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આ દ્રશ્યો સર્જાયા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે પાણીનો વેડફાટ થતો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. જો કે એક જ સ્થળ પર પાણીને લઇને બનેલી આ બંને વિપરીત ઘટના આશ્ચર્ય પમાડે તેવી છે.

g clip-path="url(#clip0_868_265)">