Kheda :વર્લ્ડ ઈન્ફોર્મેશન સોસાયટીની સમિટમાં ભાગ લેવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જશે જીનીવા

દેવુંસિંહ ચૌહાણ (Devusinh Chauhan) મંત્રી કક્ષાના ડેલિગેશનની આગેવાની લઈ રહ્યા છે. 21મેથી 3 જુન સુધી જિનીવામાં (Geneva) યોજાનારી સમિટમાં વિશ્વભરમાંથી કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રધાનો તેમજ ટેકનોક્રેટ ભાગ લેવાના છે.

Kheda :વર્લ્ડ ઈન્ફોર્મેશન સોસાયટીની સમિટમાં ભાગ લેવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જશે જીનીવા
MP Devusinh chauhan (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 12:22 PM

કેન્દ્રના રાજ્યકક્ષાના સંચાર પ્રધાન અને ખેડાના (Kheda) સાંસદ દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan) વર્લ્ડ ઈન્ફોર્મમેશન સોસાયટી દ્વારા યોજાઈ રહેલી સમિટમાં (WSIS) ભાગ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડ જઈ રહ્યા છે. દેવુંસિંહ ચૌહાણ મંત્રી કક્ષાના ડેલિગેશનની આગેવાની લઈ રહ્યા છે. 21મેથી 3 જુન સુધી જીનીવામાં (Geneva) યોજાનારી સમિટમાં વિશ્વભરમાંથી કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રધાનો તેમજ ટેકનોક્રેટ ભાગ લેવાના છે. જેમાં દેવુસિંહ પણ જોડાવાના છે.

સ્વિત્ઝર્લેન્ડમાં ઈવેન્ટ દરમિયાન દેવુસિંહ ચૌહાણ “બ્રિજિંગ ધ ડિજીટલ ડિવાઈડ” પરના ઉચ્ચ-સ્તરીય નીતિ સત્રમાં ભાગ લેશે અને મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ જે ઉચ્ચ-સ્તરીય ટ્રેક દ્વારા સંચાલિત ઇન્ટરેક્ટિવ સંવાદના રૂપમાં આયોજિત કરવામાં આવશે.

શું છે વર્લ્ડ ઈન્ફોર્મમેશન સોસાયટી સમિટ( WSIS) ?

WSIS એ ITU, UNESCO, UNDP અને UNCTAD દ્વારા સહ-આયોજિત કરવામાં આવે છે. WSIS સરકારના સભ્યો, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ અને અન્ય હિતધારકોને ઈન્ફોર્મેશન સોસાયટીના નિર્માણમાં પડકારો સાથે વાતચીત કરવા અને તેને સંબોધવા માટે ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે ‘વિકાસ માટે ICT’ સમુદાયની વિશ્વની સૌથી મોટી વાર્ષિક સભાનું પ્રતિનિધિત્વ કરે છે. 2003 માં WSIS સમિટ પછીથી વિશ્વ સમુદાય માટે માહિતી સમાજના નિર્માણમાં આગળ વધવા માટેની એક પ્રક્રિયા છે.

1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos
કયા દેશને પતંગોનું ઘર કહેવામાં આવે છે?
શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?
આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો
મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો

વિકસતી માહિતી અને જ્ઞાન સોસાયટીઓને ધ્યાનમાં લઈને, ઉભરતા પ્રવાહોને ઓળખવા અને ભાગીદારીને ઉત્તેજન આપતી વખતે, માહિતીના વિનિમય, જ્ઞાનની રચના અને શ્રેષ્ઠ પ્રથાઓની વહેંચણી માટેની તક પૂરી પાડે છે.

જીનીવા પ્લાન ઓફ એક્શન દ્વારા નિર્ધારિત તમામ WSIS સ્ટેકહોલ્ડર્સ, WSIS ફોરમ યુએન જનરલ એસેમ્બલીના પરિણામોના આધારે WSIS પરિણામોના અમલીકરણની એકંદર સમીક્ષાનું નિર્માણ કરે છે. જેણે આ ફોરમને વાર્ષિક ધોરણે યોજવાની આવશ્યકતાને માન્યતા આપી હતી.

સમિટમાં રાખવામાં આવેલા આ સત્રો ICT ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન હાથ ધરવામાં આવેલી ભારતની મુખ્ય સુધારણા પહેલોને પ્રકાશિત કરવાની અને શેર કરવાની તક પૂરી પાડશે અને ડિજિટલ વિશ્વના નિર્માણ માટે પ્રતિબદ્ધતા દર્શાવશે. તેઓ AI જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં ભારતની ઝડપી પ્રગતિ દર્શાવવા અને કનેક્ટિવિટી પ્રદાન કરવા અને આપણા વડાપ્રધાનના ધ્યેયને પૂર્ણ કરવા માટે તેનો ઉપયોગ દર્શાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પરના ઉચ્ચ સ્તરીય સંવાદમાં પણ ભાગ લેશે.

g clip-path="url(#clip0_868_265)">