આજનું હવામાન : અંબાલાલની ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે ચિંતાજનક આગાહી, કરા સાથે વરસાદની વ્યક્ત કરી સંભાવના, જુઓ વીડિયો
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. પતંગ ઉડાવવા માટે વાતાવરણ સાનૂકુલ રહેશે. તેમજ પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10-12 કિમીની ઝડપે પવન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. પતંગ ઉડાવવા માટે વાતાવરણ સાનૂકુલ રહેશે. તેમજ પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10-12 કિમીની ઝડપે પવન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ-મધ્યમાં 13થી 20 કિમીની આસપાસ પવન રહે તેવી શક્યતા છે. બીજી તરફ વલસાડ, સુરત અને દરિયા કિનારા પાસે ઠંડી વધુ રહી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ અમુક સ્થળો પર વરસાદ કે કરા પડવાની શક્યતા છે. આ ઉપરાંત 15મી જાન્યુઆરીએ પવનની ગતિ ખૂબ ધીમી રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ,ખેડા,મોરબી, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. સાબરકાંઠા, મહેસાણા, કચ્છ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.તાપી, ગીર સોમનાથ,દાહોદ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.અમરેલી, છોટાઉદેપુર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભરુચ, ભાવનગર, નર્મદા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
