ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે? હવામાન વિભાગે કરી આગાહી
આવતીકાલે ઉત્તરાયણને લઈ રાજ્યભરમાં પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ રસિયાઓ ઉત્તરાયણ માટે અગાઉથી જ તૈયારીઓ કરવામાં વ્યસ્ત થઈ જતા હોય છે. પતંગ રસિયાઓ માટે જોકે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના સમાચાર મુજબ હવા પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે.
ઉત્તરાયણને લઈ પતંગ રસિયાઓ તૈયાર છે। શનિવારથી જ આમ તો ઉત્તરાયણ જેવો માહોલ અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના અનેક શહેરોમાં જામ્યો છે. આમ આવતીકાલે રવિવારનો દિવસ હોઈ ધાબા પર જબરદસ્ત ઉત્સાહનો દરિયો જોવા મળશે. આ દરમિયાન પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે પણ સમાચાર સારા આપ્યા છે.
આ પણ વાંચો: કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલે રવિવારે એટલે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન રહેવાની સંભાવના છે. એટલે કે ઉત્તરનો પવન રહેશે. જે પતંગ રસિકો માટે અનુકૂળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આગાહી મુજબ પવન સામાન્ય રહી શકે છે. જોકે બીજી તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહી શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 13, 2024 04:51 PM
Latest Videos