Uniform Civil Code : ગુજરાતમાં પણ લાગુ થશે UCC ? બપોરે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાન કરશે પત્રકાર પરિષદ
મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. આ અંગે આજે રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે, તેમજ પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ કમિટીનું આજે ગઠન થવા જઈ રહ્યું છે.
યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. આ અંગે આજે રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે, તેમજ પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ કમિટીનું આજે ગઠન થવા જઈ રહ્યું છે. આ અંગે બપોરે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાન પત્રકાર પરિષદ કરશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઉત્તરાખંડમાં UCC લાગુ કરાયું છે, ત્યારે જો ગુજરાતમાં પણ આ કાયદો લાગુ થઈ જશે તો ઉત્તરાખંડ પછી ગુજરાત બીજુ રાજ્ય બનશે.
UCC શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો માટે સમાન કાયદો હોવો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. બંધારણના ચોથા ભાગમાં, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે.
ગુજરાતમાં UCC લાગુ થયો તો શું ફેરફાર થશે?
- એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ લાગુ થશે
- છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ, છોકરાઓ માટે 21 વર્ષ રહેશે
- લિવ-ઈન રિલેશનશિપમાં રહેનારા માટે પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત
- તમામ ધર્મના લોકો માટે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત
- લગ્ન નોંધણી નહીં થઈ હોય તો નહીં મળે કોઈ સરકારી સુવિધા !
- મુસ્લિમ સમાજની પ્રચલિત હલાલા પ્રથા પર લાગી શકે રોક
- છૂટાછેડા માટે તમામ ધર્મોમાં એક જેવી વ્યવસ્થા લાગુ
- પતિ-પત્ની બન્નેને છૂટછેડા માટે સમાન નિયમ લાગુ
- લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી માન્ય નહીં
- દંપતી વચ્ચેના વિવાદમાં બાળકોની કસ્ટડી દાદા-દાદીને સોંપી શકાય
- સંપત્તિમાં તમામ ધર્મોની મહિલાઓને પુરુષ સમાન હક મળશે
- તમામ ધર્મના લોકોને બાળક દત્તક લેવાનો અધિકાર
- અન્ય ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય !
- ધાર્મિક પૂજા કે પરંપરાઓમાં કોઈ પરિવર્તન નહીં
- માત્ર અનુસૂચિત જનજાતિઓ UCCના કાયદાની બહાર