Surat Video : નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ, કહ્યું – પાર્ટીએ મારી સાથે ગદ્દારી કરી, ચૂંટણી પ્રચારમાં કાર્યકર્તાએ સહકાર ન આપ્યો
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણી ચર્ચામાં છે. ત્યારે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસે મારી સાથે મોટી ગદ્દારી કરી છે. મને ટિકિટ મળી ત્યારથી જ કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં સાથ આપતા ન હતા.
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણી ચર્ચામાં છે. ત્યારે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસે મારી સાથે મોટી ગદ્દારી કરી છે. આ સાથે જ નિલેશ કુંભાણીએ જણાવ્યુ કે ટિકીટ મળી ત્યારથી કોંગ્રેસના કાર્યક્રર્તા અને નેતા સાથ આપતા ન હતા. આ ઉપરાંત જણાવ્યુ કે ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ ત્યારે કોઈ સાથે આવતુ ન હોવાનો આરોપ કર્યો છે.
પૂર્વ નિલેશ કુંભાણીએ વધુમાં જણાવ્યુ કે લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિથી થાય તે માટે હુ મીડિયા સમક્ષ આવ્યો ન હતો. નિલેશ કુંભાણીએ કહ્યું કે ઉમેદવારી રદ થયા બાદ હું ગુમ થયો ન હતો. હું અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં મારા ઘરે હતો. નિલેશ કુંભાણી તેમના પર લગાવેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યુ છે.