Gujarat Rain: અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ Video
અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આગાહી મુજબ અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. લાંબા સમય બાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને રાહત થઈ છે. વરસાદના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે.
Gujarat Rain : અમદાવાદ (Ahmedabad) શહેરમાં સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. શહેરના સેટેલાઈટ, શિવરંજની, જોધપુર, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે 24 કલાક દરમિયાન અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આગાહી મુજબ અમદાવાદમાં વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોળકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. લાંબા સમય બાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને રાહત થઈ છે. વરસાદના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
