Ahmedabad: ગરીબોના હક પર અમીરો મારી રહ્યા છે તરાપ! RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદમાં (Ahmedabad) RTEમાં પ્રવેશ મેળવનાર ધનિક વાલીઓનું કૌભાંડ સામે આવ્યુ છે. અમીર વાલીઓએ ઓછી આવકનો દાખલો મેળવી બાળકોને પ્રવેશ અપાવ્યો હોવાનું ખુલ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 6:44 PM

ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ (Students) સારી સ્કૂલોમાં અભ્યાસ કરી શકે તે માટે સરકારે રાઈટ ટુ એજ્યુકેશનનો (Right to education) કાયદો બનાવ્યો છે. જોકે ગરીબોના હક પર શ્રીમંત વર્ગ તરાપ મારી રહ્યો હોય તેવી ઘટના બની છે. અમદાવાદમાં (Ahmedabad) કાયદાનો દુરપયોગ કરતા ધનિકોનો ભાંડો ફૂટ્યો છે. RTE હેઠળ પ્રવેશ મેળવનાર કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ પર સ્કૂલ સંચાલકોને શંકા ગઈ અને ખાનગી રાહે તપાસ કરવામાં આવી. ત્યારે તપાસમાં ખુલાસો થયો કે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ગરીબ નહીં, માલેતૂજારોના દીકરા છે અને ખોટા આવકના દાખલા દ્વારા વાલીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

તપાસમાં 14 વાલીઓના ઘરે AC હોવાનો ખુલાસો

અમદાવાદમાં RTEમાં પ્રવેશ મેળવનાર ધનિક વાલીઓનું કૌભાંડ સામે આવ્યુ છે. અમીર વાલીઓએ ઓછી આવકનો દાખલો મેળવી બાળકોને પ્રવેશ અપાવ્યો હોવાનું ખુલ્યુ છે. સ્કૂલ દ્વારા તપાસ કરવામાં આવતા આ વાલીઓ ગરીબ નહીં, પરંતુ અમીર હોવાનું સામે આવ્યુ છે. ડુપ્લેક્ષમાં રહેતા વાલીઓએ પણ RTEમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવ્યાનો પર્દાફાશ થયો છે. સ્કૂલની તપાસમાં 14 વાલીઓના ઘરે AC હોવાનો ખુલાસો થયો છે.

ડુપ્લેક્ષ અને બંગલાના માલિકોએ RTE હેઠળ પ્રવેશ મેળવ્યો

સ્કૂલ સંચાલકોએ કેમેરામાં કેદ કરેલા પુરાવા પર નજર કરીએ તો તપાસમાં ખુલાસો થયો કે ડુપ્લેક્ષ અને બંગલાના માલિકોએ RTE હેઠળ પ્રવેશ મેળવ્યો હતો તો કેટલાક વાલીઓના ઘરોમાં AC, ફ્રિજ, ઘરઘંટી, વોશિંગ મશીન, ફર્નિચર સહિત રાચરચીલું જોવા મળ્યું હતું. ત્યારે આ તમામ પુરાવા સ્કૂલ સંચાલકોએ જિલ્લા શિક્ષણાધિકારીને આપ્યા. જોકે ભાંડો ફૂટતા જ અમીર વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. કેટલાક વાલીઓએ પ્રવેશ રદ કરાવ્યો તો કેટલાક વાલીઓએ ખાનગીમાં ભૂલનો સ્વીકાર પણ કર્યો.

જોકે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે RTEમાં પ્રવેશ મેળવનાર વાલીઓ ગરીબ છે કે નહીં તેની તપાસ માટેની કોઈ સિસ્ટમ જ નથી અને આજ ખામીનો ગેરલાભ આવા અમીરો ઉઠાવતા હોય છે અને બોગસ વાલીઓ ખોટી રીતે RTE હેઠળ પ્રવેશ મેળવતા હોય છે. ત્યારે કાયદો વધુ કડક કરીને તપાસની સિસ્ટમ ગોઠવાય તો ગરીબ બાળકોના હક પર અમીરોની તરાપ રોકી શકાય છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">