Ahmedabad : કોંગ્રેસ MLA ગેની ઠાકોરના બફાટ પર ભાજપનો પલટવાર, જાણો શું કહ્યું BJP પ્રવક્તાએ ?

બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે (MLA Geniben Thakor) જાહેરમંચ પરથી વાણીવિલાસ કર્યો, જેને કારણે ભાજપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 9:36 AM

બનાસકાંઠાના (Banaskantha)  વાવમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોરે (Geniben Thakor) કરેલા વાણીવિલાસ પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે (Hitendra Patel)  કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આકરા પાણીએ  છે. મહિલા ધારાસભ્ય પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. ગેની ઠાકોરે મંચ પર હાજર મહિલાઓનો વિચાર કરીને આવા શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં મૂકાતા કોંગ્રેસના આગેવાનો વાણી-વિવેક ભૂલી ગયા છે. પ્રભુને પ્રાર્થના કરું કે તેમને સદબુદ્ધિ આપે.

રાજનીતિની તમામ મર્યાદાઓ પાર કરી કોંગ્રેસી ધારાસભ્યએ !

કોંગ્રેસના નેતા(Congress Leader)  હવે અપશબ્દોની રાજનીતિ કરી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે(MLA Geniben Thakor)  જાહેરમંચ પરથી વાણીવિલાસ કર્યો .ગેની ઠાકોરે હજારોની મેદની વચ્ચે એવા શબ્દોનો પ્રયોગ કર્યો કે,જેને સભ્ય સમાજમાં કોઇ જ સ્થાન નથી.તમને જણાવી દઇએ કે ગેની ઠાકોરે આપત્તિજનક શબ્દો ભાજપના નેતાઓ માટે વાપર્યા હતા.જનવેદના સભાના મંચ પરથી ગેની ઠાકોરે ભાજપના (BJP) નેતાઓ માટે ન બોલવાના શબ્દો બોલ્યા અને રાજનીતિની તમામ મર્યાદાઓ પાર કરી નાખી.

તમને જણાવવુ રહ્યું કે, વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં બનાસકાંઠાના વાવમાં(VAV)  કોંગ્રેસ દ્વારા જનવેદના સભામાં યોજાઇ હતી. આ દરમિયાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, તમારા રાજમાં બેન-દીકરીઓ સુરક્ષિત નથી. ત્યારબાદ આગળ બોલતા તેમની જીભ લપસી હતી અને ગેનીબેન જાહેરમાં જ આપત્તિજનક ટિપ્પણી કરી બેઠા હતા. પ્રજા પ્રતિનિધિ તરીકે ગેનીબેને અસભ્ય ભાષાનો પ્રયોગ કરી ભાજપ પ્રહાર કરતાં સભામાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">