સુરેન્દ્રનગરના લખતરમાં પાણીની અછત, ખેડૂતોની નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ

સુરેન્દ્રનગરના લખતરના તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક તંત્રને કેનાલમાં પાણી છોડવાની માગ કરી છે.ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવશે.

સુરેન્દ્રનગરના(Surendranagar) લખતર (Lakhatar)તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નર્મદા કેનાલ(Narmada Canal) પસાર થઈ છે. ખેડૂતો આ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી(Water)મેળવી રોકડિયા પાકો મેળવતા હોય છે..જો કે ધોળીધજા તરફથી જતી મુખ્ય કેનાલ અને નાની સબ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા ખેડૂતો(Farmers)પરેશાન થયા છે.જેથી લખતરના તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક તંત્રને કેનાલમાં પાણી છોડવાની માગ કરી છે.ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવશે.

લખતર તાલુકાના ગામડાઓમાં ખેતર નજીકથી નર્મદાની કેનાલ તો પસાર થઈ રહી છે પરંતુ તે અન્નદાતા માટે આશીર્વાદરૂપ થવાની બદલે અભિશાપરૂપ બની રહી છે. કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. કેમ કે, હવે ચોમાસાની વિદાય થઈ ગઈ છે.ખેતરમાં ઉભા શિયાળુ પાકને પાણીની જરૂર છે ત્યારે જ મુખ્ય કેનાલ અને નાની કેનાલમાં પાણી છોડવાનું બંધ કરતા પાક બળવા લાગ્યો છે..

એટલું જ નહીં કેનાલમાં પાણી તો છે પણ સફાઈના અભાવે આ કેનાલમાં સેવાળના થર જામી ગયા છે.જેના કારણે પાણી પીવા લાયક તો શું પાવરવા લાયક પણ બચ્યું નથી. આ પાણી વગર હાલ વરિયાળી, જીરૂ, રાયડા, અજમો જેવો પાક સુકાઈ રહ્યો છે. તેમજ અન્નદાતાની મહેતન પર પાણી ફરી વળ્યું છે.

હાલ કેનાલમાં ડેડ વોટર છે. મશીન અને મોટર મુકવા છતા પાણી ખેતરો સુધી નહીં પહોંચતા અન્નદાતાની ચિંતા વધી છે.આ પંથકના ખેડૂતોની સ્થિતિ કૂવા કાંઠે તરસ્યા જેવી બની ગઈ છે. જો પાણી નહીં છોડવામાં આવે તો મોંઘા બિયારણ, દવા અને મહેનત માથે પડશે

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં વીજળી મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની રેલી, પૂરતા વીજ પુરવઠાની માંગ

આ પણ વાંચો : હું પણ તમારી જેમ સાંભળી સાંભળીને આજે અહિયાં પહોંચ્યો : સીએમ ભૂપેન્દ્ર પટેલ

Click on your DTH Provider to Add TV9 Gujarati