હું પણ તમારી જેમ સાંભળી સાંભળીને આજે અહિયાં પહોંચ્યો : સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો અર્પણ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 5:09 PM

ગુજરાતના( Gujarat)  સીએમ ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel) શ્રમ રોજગાર વિભાગ દ્વારા આયોજિત નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં હાજર લાભાર્થીઓને રમૂજમાં કહ્યું હતું કે હું પણ તમારી જેમ ઘણું સાંભળી સાંભળીને અહિયાં પહોંચ્યો છું. તેમણે કહ્યું હતું કે મારા સંબોધનનો કાર્યક્રમ તમને નિમણૂક પત્ર  આપ્યા બાદ હતો પરંતુ હાથમાં નિમણૂક પત્ર આવ્યા બાદ સાંભળવું અઘરું પડે.

તેમણે કહ્યું કે તેમજ આવો કાર્યક્રમ હોય એટલે સહેજે બે કલાક ચાલે અને છેલ્લે બોલનારને જોઈને થાય કે હવે આ પૂરું કરે તો સારું. તેમજ તેમણે કહ્યું હતું કે હું પણ તમારી જેમ જ સામે બેસીને સાંભળી સાંભળીને આજે અહિયાં પહોંચ્યો છું.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો અર્પણ થયા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા આ નવનિયુકત સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનો ધ્યેય છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, યુવાનોને રોજગાર અવસર મળતા નથી તેવું કહેનારાઓ ગુજરાતની તૂલના અન્ય રાજ્યોના રોજગારીના આંકડા સાથે કરે તો ગુજરાતમાં અન્ય રાજ્યોની સાપેક્ષમાં કેટલી રોજગારી મળી રહી છે તેનો ખ્યાલ આવી જશે. ભાજપનું 28 વર્ષથી શાસન છે ખૂબ સુધારા થયા છે. તેમજ સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવ સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો : ભુજમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, પાકિસ્તાનને માહિતી મોકલનારા BSFના કોન્સ્ટેબલની અટકાયત

આ પણ વાંચો :ફાટક મુક્ત ગુજરાત માટે રાજય સરકાર સક્રિય, 30 રેલ્વે ઓવર-અંડર બ્રિજ માટે 890 કરોડની ફાળવણી 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">