Breaking News: ગુજરાતની શાંતિ ડોહળવાનો કારસો! બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ – જુઓ Video
ગાંધીનગરમાં બ્રિજરાજ નામના યુવકની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ‘હાર્દિક પટેલ પાર્ટ 2’ અને મોટાપાયે તોડફોડની વાતચીત સામે આવી છે. આ ક્લિપમાં બસ સ્ટોપ સળગાવવા અને અરાજકતા ફેલાવવાનો ઉલ્લેખ છે.
ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આંદોલનના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આરોપો લાગી રહ્યા છે. બ્રિજરાજ નામના યુવકની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ‘હાર્દિક પટેલ પાર્ટ 2’ કરવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
આ ક્લિપમાં ગુજરાતમાં મોટાપાયે તોડફોડ, પથ્થરમારો અને બસ સ્ટોપ સળગાવવાની સ્ફોટક વાતચીત જાણવા મળી છે. જિલ્લા વાઈઝ તોડફોડ અને વિદ્યાર્થીઓને છાવણીમાં જ રાખવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ છે.
આ કથિત ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે બસ સ્ટેન્ડ સળગાવવા, લાઠી ખાવાની તૈયારી રાખવા અને ઇન્ટરનેટ બંધ થાય તેવી પરિસ્થિતિ સર્જવાની વાતચીત સામે આવી છે. આંદોલનના નામે ગુજરાતને બાનમાં લેવાનો કારસો કોણ ઘડી રહ્યું છે, તેવા સવાલો ઊભા થયા છે. આમ આદમી પાર્ટી દ્વારા સત્યાગ્રહ છાવણી પાસે આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસે સવારે જ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
જણાવી દઈએ કે, TV9 ગુજરાતી આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી પરંતુ આ ઘટના ગુજરાતની શાંતિ ડોહળવાના પ્રયાસો તરફ ઇશારો કરે છે. આ ઓડિયો ક્લિપની સત્યતા અંગે પોલીસ તપાસ કરી રહી છે.
With Input- Kinjal Mishra- Gandhinagar
