Ahmedabad : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ, 4 મથકો પર મતદાન, જુઓ Video

| Edited By: | Updated on: Sep 24, 2024 | 1:05 PM

ગુજરાતના શિક્ષણ જગતમાં ચૂંટણી યોજાઇ રહી છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય બનવા માટેની ચૂંટણી યોજાઈ છે, ત્યારે સંચાલક મંડળની બેઠક માટે ખરાખરીની ટક્કર જેતપુરના પ્રિયવદન કોરાટ અને અમદાવાદના જે.વી. પટેલ વચ્ચે છે.

સંચાલક મંડળના ઉમેદવાર જે.વી. પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જે. વી. પટેલે ખાતરી આપી કે શિક્ષણ અને વિદ્યાર્થીઓના મહત્વના પ્રશ્નોને આગળ લઈ જવા તમામ પ્રયત્નો કરશે. દેશનું ભવિષ્ય ઘડતા બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા પણ પ્રયાસ રહેશે. ગ્રાન્ટેડ શાળામાં પૂરતો સ્ટાફ અને લઘુમતી શાળાઓના પ્રશ્નો પણ મહામંડળના ધ્યાને લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય માટેની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સંચાલક મંડળની બેઠક માટે છ હજાર 310 અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે 3 હજાર 200 મતદાર પોતાના મતનો ઉપયોગ કરી સભ્યને ચૂંટશે. ગાંધીનગર સેક્ટર 7માં આવેલા સરદાર વિદ્યા મંદિરમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. 26 સપ્ટેમ્બરે પરિણામ આવ્યા બાદ ઉમેદવારોનો ભાવી નક્કી થશે.