Mehsana : લોકસભા ચૂંટણી સમયે જ વિસનગર કોંગ્રેસને મોટો ઝટકો, 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, જુઓ Video
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષોમાં આયારામ ગયારામ નીતિ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી સમયે જ મહેસાણા જિલ્લાના વિસનગર કોંગ્રેસને ઝટકો મળ્યો છે. 15 થી વધુ ગામના 400થી વધુ કોંગ્રેસના બુથ લેવલના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ઋષિકેશ પટેલના નિવાસસ્થાને 400થી વધુ કાર્યકર્તા ભાજપમાં સામેલ થયા છે.

મહેસાણા જિલ્લાના વિસનગરમાં ઋષિકેશ પટેલના વિસનગરમાં આવેલા નિવાસસ્થાને ભાજપમાં જાણે ભરતી મેળો થયો હોય તેવુ જોવા મળ્યુ. લોકસભા ચૂંટણી સમયે જ વિસનગર કોંગ્રેસના 15થી વધુ ગામના 400થી વધુ કોંગ્રેસના બુથ લેવલના કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. ઋષિકેશ પટેલના નિવાસસ્થાને 400થી વધુ કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યા છે. સરપંચ, ડેલિગેટ, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો ભાજપમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીમાંથી જીતેલા એક જ તાલુકા પંચાયત સદસ્ય એકતા પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં ભરતી અભિયાન બાદ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ હતુ કે હજુ પણ ભાજપમાં ભરતીના બે મોટા રાઉન્ડ બાકી છે.