વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત, જમીન માલિકીની રજૂઆત પર રસ્તો બંધ કરવાનો કર્યો હુકમ

વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત, જમીન માલિકીની રજૂઆત પર રસ્તો બંધ કરવાનો કર્યો હુકમ

| Edited By: | Updated on: Aug 21, 2026 | 9:27 PM

વિરમગામની 4 સોસાયટીના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. જમીન માલિકની રજૂઆત પર રસ્તો બંધ કરવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં ખેતરના માલિકનો એવો દાવો હતો કે રસ્તો તેમની જમીન પર બનાવવામાં આવ્યો છે અને ખેડૂતે અગાઉ પણ રસ્તો બંધ કર્યો હતો. પરંતુ મામલતદારના આદેશથી રસ્તો ખુલ્લો કરાયો હતો.

વિરમગામમાં વોર્ડ નંબર 8માં આવેલી 4 સોસાયટી અને ખેતર માલિક વચ્ચે રસ્તાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ખેતર માલિકનો દાવો છે કે આ રસ્તો તેમની જમીન પર બનાવવામાં આવ્યો છે. જેથી ખેતર માલિક દ્વારા અગાઉ આ રસ્તો બંધ પણ કરવામાં આવ્યો હતો. જો કે મામલતદારે વચગાળાનો હુકમ કરી આ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો પરંતુ જમીન માલિકની અરજી પર હાઈકોર્ટે રસ્તો બંધ રાખવા હુકમ કર્યો છે. જેથી 4 સોસાયટીના 3 હજારથી વધુ લોકો અટવાયા છે.

રસ્તો બંધ થતા હજારો રહેવાસીઓ માટે અત્યંત ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. અવની સોસાયટી, સંજીવની રેસિડેન્સી, સોમેશ્વર સોસાયટી અને મંગલમ સોસાયટીના રહીશનો અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને શાળામાં જવામાં મુશ્કેલી થઈ રહી છે. ત્યારે રહીશોએ મોટી સંખ્યામાં નગરપાલિકા પહોંચી વૈકલ્પિક રસ્તો આપવા રજૂઆત કરી. સમગ્ર વિવાદ મામલે નગરપાલિકના ચીફ ઓફિસરનું કહેવું છે કે પાલિકા દ્વારા ટી.પી સ્કિમ તપાસી કરી વૈકલ્પિક રસ્તો આપવા કામગીરી કરવામાં આવશે.

તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને બર્થ ડેટ કેટલી વાર બદલી શકાય? જાણો નિયમો

 

Follow Us
Loading...
Unable to load recommendations.