વિરમગામના નળકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનુ પાણી આપવા વિરમગામના ધારાસભ્યે, પાણી પુરવઠા પ્રધાનને લખ્યો પત્ર

ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે ઘોડા ફીડરમાં પાણી ન છોડાતા વિરમગામના 31, સાણંદના 9 અને બાવળાના 8 ગામને સિંચાઈ માટેનું પાણી નથી મળતું.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Feb 20, 2022 | 8:53 AM

હજુ તો ઊનાળાની શરુઆત પણ નથી થઇ ત્યાં અમદાવાદ (Ahmedabad) જિલ્લાના વિરમગામ (Viramgam) તાલુકામાં પાણીની બુમો ઉઠી છે. વિરમગામના નળકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સિંચાઇના પાણી (Irrigation water)થી વંચિત છે. જેથી વિરમગામમાં ફરી એકવાર ઘોડા ફીડર કેનાલમાં પાણી છોડવા માગણી ઉઠી છે. આ અંગે વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડે (MLA Lakha bharvad)પાણી પૂરવઠા પ્રધાન જીતુ ચૌધરીને પત્ર લખી રજૂઆત કરી છે.

વિરમગામ નળકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તારમા સિંચાઇની પાણીની સમસ્યાને લઇને ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે ઘોડા ફીડર કેનાલની મુલાકાત લીધી હતી. તેમણે સૌરાષ્ટ્ર શાખાના મુખ્ય અધિકારી અને ખેડૂતો સાથે પણ વાતચીત કરી હતી. નર્મદા વિભાગ અઘિકારીઓની ઉપસ્થિતિમા ખેડૂતોએ સૂચનો રજૂ કર્યા હતા. તો ધારાસભ્યએ પણ લેખિત-મૌખિક રજૂઆત કરી હતી.તો સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાંથી થોરી મુબારક ગામ ખાતે આવેલ ઘોડા ફીડર ગટરમાં ગેટ મૂકી પાણી આપવા પ્રધાન જીતુ ચૌધરીને રજૂઆત કરાઇ છે.

ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે ઘોડા ફીડરમાં પાણી ન છોડાતા વિરમગામના 31, સાણંદના 9 અને બાવળાના 8 ગામને સિંચાઈ માટેનું પાણી નથી મળતું. ખેડૂતોની માગણી છે કે, મુબારક ગામે આવેલા ઘોડા ફીડર ગટરમાં ગેટ મૂકી અથવા પમ્પિંગ સ્ટેશન ઉભું કરી ખેડૂતોને પાણી પુરૂ પાડવામાં આવે.જેથી તેમની સિંચાઇના પાણીની સમસ્યાનો અંત આવે.

આ પણ વાંચો-

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની માગ, 28 વર્ષથી પ્રથમ શ્રેણી ક્રિકેટ મેચો રમાઈ શકે તેવું મેદાન નહીં

આ પણ વાંચો-

Vadodara: વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ થતા ગોવર્ધન નાથ હવેલી સ્થળાંતર કરવાનો નિર્ણય હાલ પુરતો સ્થગિત

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati