Breaking News : રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે અથડામણ, બબાલ બાદ સામ-સામે આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એક જૂથ અથડામણની ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે બબાલ થઈ છે. બબાલ બાદ બન્ને જૂથનો સામ-સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે બબાલ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર જ્યુબેલી બાગ ખાતે થયેલી બબાલનો ખાર રાખી કિન્નરોએ બબાલ કરી હતી. એક જૂથ દ્વારા અન્ય જૂથની કિન્નરને ઢોર માર માર્યો હતો. માર માર્યા બાદ એક કિન્નરે દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. ઘટના બાદ સામા પક્ષે પણ 6 કિન્નરે ફિનાઈલ પી લેતા લથડી તબિયત હતી. જો કે હાલ તમામ તબિયત બગડેલા તમામ કિન્નરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કિન્નરને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વધારે બબાલ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે જે કિન્નરને ઢોર માર મરાયો છે તેણે આક્ષેપ લગાવ્યા છે કે મિહિર અને મીરા દે નામની કિન્નરના ત્રાસને લીધે તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. જે બાદ સામા જૂથની પણ 6 કિન્નરે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.