Video : બનાસકાંઠામાં ચાઈનીઝ દોરીના વેચાણ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી, 290 રીલ સાથે 9 લોકોની ધરપકડ
બનાસકાંઠામાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી છે.પોલીસે 290 ચાઈનીઝ રીલ જપ્ત કરી 9 શખ્સોને ઝડપી પાડ્યા છે.જે પૈકી પાલનપુરમાં 2, ભાભરમાં 5, ભીલડી અને ડીસામાં 1-1 શખ્સ ઝડપાયો છે..પોલીસની કાર્યવાહી છતાં ચાઈનીઝ દોરીનું બેખોફ વેચાણ થઈ રહ્યુ છે જે એક ચિંતાનો વિષય છે.
બનાસકાંઠામાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી છે.પોલીસે 290 ચાઈનીઝ રીલ જપ્ત કરી 9 શખ્સોને ઝડપી પાડ્યા છે.જે પૈકી પાલનપુરમાં 2, ભાભરમાં 5, ભીલડી અને ડીસામાં 1-1 શખ્સ ઝડપાયો છે..પોલીસની કાર્યવાહી છતાં ચાઈનીઝ દોરીનું બેખોફ વેચાણ થઈ રહ્યુ છે જે એક ચિંતાનો વિષય છે.
આ ઉપરાંત અમદાવાદમાં પોલીસે દાણીલીમડામાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દાણીલીમડાના ફરીદા એપાર્ટમેન્ટમાં મકાનના ધાબા પરથી 900 નંગ ચાઇનીઝ દોરીની રીલનો જથ્તો ઝડપી પાડ્યો છે. પોલીસે મોહમ્મદ કૈફ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે કે મોઇન નામનો અન્ય આરોપી વોન્ટેડ છે.
વડોદરા : છેલ્લા 2 દિવસમાં પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરીને 1 લાખની આસપાસનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેર પોલીસે પણ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ પર લાલ આંખ કરી છે.પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ કર્યો છે.છેલ્લા 2 દિવસમાં પોલીસે શહેરમાં 61 જેટલી શંકાસ્પદ જગ્યાએ ચેકિંગ કર્યું હતુ જેમાંથી 9 જગ્યા પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો છે.છેલ્લા 2 દિવસમાં પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરીને 1 લાખની આસપાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..
આ દરમ્યાન ઉત્તરાયણ પર્વ પર પતંગ રસિકો પોતાનો પતંગ કપાઈ ન જાય તે માટે કાચથી પાયેલી ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. જેમા ફસાવાથી અનેક પંખીઓ મોતને ભેટે છે તો બીજી તરફ કેટલાક કિસ્સામાં નાગરિકોના પણ મોતના બનાવો સામે આવ્યા છે. આ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવા માટે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામા પર હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે રાજ્ય સરકારે દાખલ કરેલુ સોગંધનામુ અસંતોષકારક અને કોર્ટને વિશ્વાસ અપાવે તેવુ નથી.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
