મહેસાણા: વિજાપુરમાં ધોધમાર વરસાદથી હાલાકી, મુખ્ય રોડ પર ભરાયા વરસાદી પાણી
મહેસાણા જિલ્લામાં રવિવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ધોધમાર કમોસમી વરસાદ વરસવાને લઈ જાણે કે ચોમાસુ બરાબર જામ્યુ હોય એવો માહોલ સર્જાયો હતો. મહેસાણા જિલ્લાના કડી, જોટાણા, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. વિજાપુરમાં અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

આ પણ વાંચોઃ હિંમતનગરમાં પેટ્રોલપંપમાં તસ્કર ત્રાટક્યા, ઓફિસમાં ઘૂસી 1.93 લાખની રોકડ રકમની ચોરી આચરી
કમોસમી વરસાદે પણ લોકોને પરેશાન કરી દીધા હતા. કમોસમી વરસાદ પણ એટલો ધોધમાર વરસ્યો હતો કે અનેક રસ્તાઓ પર પાણી વિજાપુરમાં ભરાઈ જવા પામ્યા હતા. ટીબી રોડ વિસ્તારમાં કમોસમી વરસાદી પાણી ભરાઈ જવાને લઈ વાહનચાલકો પરેશાન થયા હતા. વિજાપુરના મુખ્ય રસ્તાઓ પૈકીનો આ એક મુખ્ય રોડ છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos