મહેસાણાની કાવેરી સ્કૂલમાં ભણતરને બદલે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ! ઈંટ ઉંચકાવતા તપાસના આદેશ
મહેસાણા શહેરમાં આવેલી કાવેરી ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઈંટો ઉપાડવા જેવા કામ કરાવવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈ મામલાને લઈ શાળા સામે સવાલો થવા લાગ્યા હતા. માસૂમ બાળકોના હાથમાં ઈંટો ઉપાડવા માટે મજબૂર કરાવવાને મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
માસૂમ બાળરોને અભ્યાને બદલે મજૂરી કામ કરાવાતું હોવાના દ્રશ્યો એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યા હતા. એક તરફ સરકાર બાળ મજૂરી અટકાવવા માટે પૂરા જોરથી કામ કરી રહી છે. ત્યાં મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓના કુમળા હાથમાં નોટ-પેન કે ચોપડીને બદલે ઈંટો ઉંચકાવતી નજર આવી છે. જેનો વીડિયો વાયરલ થવાને લઈ હવે શાળા સામે સવાલો પેદા થવા લાગ્યા છે.
મોંધીદાટ ફી વડે વાલીઓને લૂંટતી શાળાઓ સામે આમ પણ સામાન્ય રીતે રોષ ફેલાયેલો હોય છે, ત્યાં કાવેરી સ્કૂલના આ વીડિયોથી વધુ રોષ ફેલાયો છે. કાવેરી સ્કૂલનો વીડિયો વાયરલ થયો હોવાને મામલે હવે જિલ્લા શિક્ષણ વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિક TPO અને બીટ કેળવણી નિરીક્ષકને તપાસ કરી અહેવાલ તૈયાર કરવા માટે આદેશ કર્યા છે. આમ એક દીવસમાં જ તપાસ રિપોર્ટ સામે આવતા આ મામલે આગળ કાર્યવાહી હાથ ધરાશે.
