અમરેલીમાં ગેરકાયદેસર લાયન શો, પશુને બાંધી સિંહ સામે પીરસવામાં આવ્યું, જુઓ વિડીયો

Amreli illegal Lion Show : વીડિયોમાં જોઇ શકાય છે કે એક પશુને દોરડા વડે બાંધવામાં આવ્યું છે.અને સિંહને શિકાર પીરસવા માટે કારસ્તાન રચાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:04 PM

AMRELI : અમરેલીમાં ફરી એકવાર લાયન શોના નામે સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે..લાયન શો કરવા પશુને બાંધીને સિંહની પજવણી કરવામાં આવી રહી છે.વીડિયોમાં આપ જોઇ શકો છો કે એક પશુને દોરડા વડે બાંધવામાં આવ્યું છે.અને સિંહને શિકાર પીરસવા માટે કારસ્તાન રચાયું છે.ખુલ્લેઆમ શિકારના નામે સિંહની પજવણી કરવામાં આવી રહી છે અને લાયન શો કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો ગીર ગ્રામ્ય કે રેવન્યુ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.ત્યારે સવાલ એ છે કે કેમ વારંવાર લાયન શોના નામે સિંહની પજવણી કરવામાં આવે છે? માત્ર મનોરંજન માટે લાયન શો કેટલો યોગ્ય ? પશુના શિકારના સહારે સિંહોને લલચાવવા શું યોગ્ય છે?આવા શિકારથી સિંહોમાં રોગની ભીતિ સર્જાશે તો જવાબદાર કોણ?શું સિંહની પજવણી કરતા શખ્સો સામે કાર્યવાહી થશે? શું ખરેખર વન વિભાગ વીડિયોની કરશે તપાસ?

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગીરમાં સિંહની પજવણીનો એક વિડીયો વાયરલ થયો હતો. સિંહના ગેરકાયદે દર્શન માટે મરઘીને સિંહ સામે રાખી સિંહ એનો શિકાર કરે તેનો વિકૃત આનંદ માણતા નબિરાઓનો વીડિયો સામે આવ્યો હતો. આ આરોપીઓ વિરૂદ્ધ વન્ય પ્રાણી સર્વેક્ષણ અધિનીયમનની કલમ 1972ની કલ-2 (16) (બી) 2 (36), 9, 29,39, 51,52 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ કેસમાં આરોપી ઇલ્યાસ અદ્રેમાન હોથ, રવિ પાટડીયા, દિવ્યાંગ ગજ્જર, રથીન પટેલ, હરમડિયાના અબ્બાસ રીંગબ્લોચ, અલ્તાફ હૈદર બ્લોચને 3 વર્ષની સખત કેદની સજા અને આરોપી દીઠ 10,000 રૂપિયાનો દંડ ભરાવો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો : બળાત્કારીને 20 વર્ષની સજા : મહેસાણાના વડનગરમાં 20 વર્ષની સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ

આ પણ વાંચો : મોરબી ડ્રગ્સ કેસ : 600 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 આરોપીઓ ઝડપાયા

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">