મોરબી ડ્રગ્સ કેસ : 600 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 આરોપીઓ ઝડપાયા

Morbi Drugs Case : પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું, જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 10:00 PM

MORBI : મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે..પોલીસે આ ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીને ઝડપ્યા છે.હાલ પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા છે.. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું, જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.

હેરોઈનના આ જથ્થા સાથે ગુજરાત ATSએ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.. જેમાં સામે આવ્યું હતું કે આ હેરોઈન પંજાબ મોકલવાનું હતું.જેથી પોલીસે પંજાબના પાંચ આરોપીઓને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે.

આગામી સમયમાં કરોડોના હેરોઇન કેસમાં નજીકના દિવસોમાં મોટા ખુલાસા કરવામાં આવશે.તો બીજીતરફ પાકિસ્તાનથી ડ્રગ્સ મોકલનાર ઝાહિતના પિતા પણ ઈન્ડોનેશિયામાં 600 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા છે.

આ સાથે ગુજરાત ATSએ ગુજરાતના દરિયાકાંઠેથી વધુ 120 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના નાવદ્રા ગામેથી 120 કરોડની કિંમતનું વધુ 24 કિલો હીરોઇન ઝડપાયું છે. ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ પણ કરી છે. સાથે જ ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો.

આ પણ વાંચો : વધુ એક ડ્રગ્સ રેકેટ : ગુજરાતના દરિયાકાંઠેથી વધુ 120 કરોડનું 24 કિલો ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ નોંધાયા, કોરોના સાથે જાણો રાજ્યના અન્ય મહત્વના સમાચાર

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">